વિચિત્ર અકસ્માતમાં નાના ખડબા ગામના સરપંચનું મોત: 1 ગંભીર

  • વિચિત્ર અકસ્માતમાં નાના ખડબા ગામના સરપંચનું મોત: 1 ગંભીર
    વિચિત્ર અકસ્માતમાં નાના ખડબા ગામના સરપંચનું મોત: 1 ગંભીર

લાલપુર તા.24
લાલપુરના નાનાખડબા ગામના સરપંચનું વિચિત્ર અકસ્માતમાં મૃત્યુ નિપજતા ગામના શોકનો માહોલ છવાઈ ગયો છે..તો સરપંચની સાથે રહેલા એક યુવાનને પણ ઈજા પહોચી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ લાલપુર પાસે આવેલ નાંદુરી રોડ ઉપરના નાંદુરી બાઈપાસ પાસે નાનાખડબાગામેથી મોટર સાયકલ જી.જે.3 એ.સી. 9518 લઈને નીકળેલા નાનાખડબાના સરપંચ લાલજીભાઈ જેઠાભાઈ વાણીયા તાંદુરી ચોકડી પાસે પચહોતા હતા આ સમયે વરસાદનું ઝાટુ આવતા તેઓ ત્યાં ઉભા રહી ગયા હતા અને વરસાદનું ઝાપટુ બંધ થતા મોટર સાયકલ ચાલુ કરવા ગયા હતા તેઓ જયારે મોટર સાયકલની કીક મારવા ગયા ત્યારે પગ લપસતા મોટર સાયકલ નમી જતા તેઓ પડી ગયા હતા
આ સમયે ત્યાંથી ટ્રક ત્યાંથી પસાર થતા ટ્રકનાં ટાયરમાં માથુ આવી જતા સરપંચ લાલજીભાઈનું ઘટના સ્થળે મોત થયું હતુ.
આ વિચિત્ર બનાવામં મોટર સાયકલ પાછળ બેઠેલ નાનખડબા ગામના ધર્મેન્દ્રસિંહ મુળુભા ઉ.18 તેઓને પગમાં ફેકચર થતા તેઓને લાલપુર અને ત્યાંથી જામનગર જી.જી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા. તસ્વીર: નવીન માખેચા