ધંધો કરવાની લાલચ આપી છ શખ્સોએ ખેડુતની જમીન ઉપર 30 લાખ ઉપાડી લીધા

અમેરલી તા. 24
સાવરકુંડલાના એક ખેડુતને સારો ધંધો શરૂ કરાવી દેવાની લાલચ આપી છ શખ્સોએ ખેડુતની જમીન ઉપર રૂા. 30 લાખદ ઉપાડી લઇ ધંધો શરૂ કરાવી દેવાના બદલે જમીન પચાવી પાડવાનો કારસો રચાતાં છ એ શખ્સો સામે પોલીસમાં ફરીાયદ નોંધાાતા ભારે ચકચાર જાગેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાની વિરાણીવાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઇ પોપટભાઇ વિરાણી નામનાં ખેડુતને સારો ધંધો કરી દેવાની લાલચ આપી વિશ્ર્વાસ લઇ રાજુ ભોળા બુહા (રહે. સાવકુંડલ) ભરત મનસુખ હિરાપરા (રહે. દિનલા) મહેશ ઉર્ફે ટીક કાબરીયા (રહે. સાવરકુંડલા) ભાભલવાળા (રહે. શેલખંભાળીયા) હકુવાળા (રહે. શેલખંભાળીય) હિતેષ પટેલ તબેલાવગાળો(રહે. સાવરકુંડલા) સહીતના છ શખ્સોએ ભીખુભાઇના પિતા પોપટભાઇના નામે રહેલી ખેતીની જમીન ઉપર રૂા. 30 લાખ ઉપાડી લીધાની અવાર નવાર ઉધરાણી કરતાં રૂપિયા પરત આપવાનાં બદલે જમીન પચાવી પાડવાં કારસો કરી ધાક ધમકી આપી બિભત્સ ગાળો અપી બળજબરી કરી મારમારતાં સંગીતાબેન ભીખુભાઇ વિરાણીએ છ એ શખ્સો સામે સાવરકુંડલા સીટી પોલીસમાં કલમ 406/420/384/387/323/504/506(2)/120(બી) મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ પી.બી. ચાવડાએ તપાસ હાથ ધરેલ છે.