તળાજા પાલિકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખની સરાજાહેર હત્યા

  • તળાજા પાલિકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખની સરાજાહેર હત્યા
    તળાજા પાલિકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખની સરાજાહેર હત્યા

ભાવનગર તા.24
તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી નસીબખાન પઠાણ ઉર્ફે પિનુભાઇ પઠાણની કરપીણ હત્યા થતાં તળાજા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ખુનના આ બનાવની મળતી વિગતો મુજબ તળાજામાં રહેતા ભાજપ અગ્રણી, પૂર્વ નગરસેવક અને તળાજા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ તથા લધુમતિ સેલના ભાવનગર જીલ્લાના પૂર્વ પ્રમુખ નસીમખાન પઠાણ ઉર્ફે ચિનુભાઇ પઠાણ ઉપર અજાણ્યા શખ્સો છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાશી છુટયો હતો.
હત્યામાં આ બનાવથી તળાજામાં સનસનાટી મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ તળાજા પોલીસનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો બનાવની જાણ થતાં જ મુસ્લીમ સમાજનાં આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા. આ બનાવ અંગે તળાજા પોલીસ તપાસ ચલાવી રહી છે.