જુનાગઢમાં પાટીદાર આંદોલનના ભણકારા : કલમ 144 લાગુ કરાઇ

જુનાગઢ તા.24
આવતિ કાલથી પાટીદાર નેતા હાર્દિક પટેલનાં શરૂ થતાં આમરણાંત ઉપવાસ આંદોલનને પગલે જુનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જીલ્લામાં કલમ 144 મી લાગુ કરવાનું જાહેનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. જેની અમલવારી આવતી કાલથી તા.31/8 સુધી કરવા સુચના આપવામાં આવી છે.
રાજયમાં પાટીદાર અનામત આંદોલન સબબ પાટીદાર સમાજના લોકો નારાજ હોય, સમાજના લોકો દ્વારા જીલ્લામાં દેખાવો, સુત્રોચાર જેવા કૃત્યો કરી પોતાના વિરોધ દર્શાવતા હોય છે. અને આવતી કાલ તા.25/8 ના રોજથી પાટદાર અનામત આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલ દ્વારા તેઓના નિવાસ સ્થાન સોલા ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરેલ છે. જેથી પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો દ્વારા જીલ્લા વિસ્તારમાં ઉપવાસ/ધરણા/દેખાવો/સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવે તેવી પુરી શકયતા હોય અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા કોઇ સલેહ ભંગ ન થાય તે માટે પુરતી તકેદારી રાખવી જરૂરી હોય, તા.25/8 ના કલાક 6.00 થી તા.22/9 સુધી જીલ્લામાં કોઇ પણ માર્ગ, જાહેર શહદારી રસ્તા,રાજય માર્ગ, શેરી, ગલીઓ વિગેરેમાં ચાર કે તેથી વધુ વ્યકિત એકઠા ન થાય તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 અન્વયે સમગ્ર જીલ્લામાં આવતા વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા દરખાસ્ત રજુ થયેલ છે.
પોલીસ અધિક્ષક જુનાગઢ તરફથી રજુ થયેલ દરખાસ્ત વિચારણામાં લેતા, ભુતકાળમાં પાટીદાર અનામત આંદોલન સંબંધે જુનાગઢ જીલ્લામાં પડેલા પ્રત્યાધાતો ઘ્યાને લેતા, જુનાગઢ જીલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની જાળવણીના હેતુસર અને કોઇ સુલેહભંગ ન થાય તે માટે પુરતી તકેદારી રાખવી જરૂરી જણાતી હોય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144(1) હેઠળ નીચે જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.
જુનાગઢ જીલ્લામાં કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તા, રાજય માર્ગ, શેરી, ગલીઓ વિગેરે જાહેર સ્થળોમાં તા.25/8 ના કલાક 6.00 થી તા.31/8 સુધીના સમયગાળા માટે ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્ર થવુ નથી. જેમાં સરકારી નોકરી અથવા રોજગારમાં જવા અવરજવર કરતી હોય તેવી વ્યકિતઓને ફરજ ઉપર હોય તેવી ગ્રામ/ગૃહ રક્ષક દળની વ્યકિતઓને કોઇ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યકિતઓને, ધાર્મિક સ્થળ ધાર્મિક હેતુસર એકત્ર થયેલા લોકોને, શાળા/કોલેજોના શૈક્ષણીક હેતુસરના આયોજીત કાર્યક્રમમાં ભાગ લેનાર આયોજક/શિક્ષકગણ/વિદ્યાર્થીઓને, સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોમાં જોડાતા લોકોને સમક્ષ સત્તાધિકારીશ્રીની પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતઓને/સંસ્થાને મુકિત આપવામાં આવે છે.