સિધ્ધુને નિશાન બનાવનારા શાંતિ ડહોળાવે છે: ઈમરાન

  • સિધ્ધુને નિશાન બનાવનારા શાંતિ ડહોળાવે છે: ઈમરાન
    સિધ્ધુને નિશાન બનાવનારા શાંતિ ડહોળાવે છે: ઈમરાન

ઈસ્લામાબાદ, તા.21
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણમાં જવાને લઇ ભારતમાં ઘેરાયેલ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં હવે ઇમરાન આવી ગયા છે. ઇમરાને ટ્વિટર પર જયાં એક બાજુ સિદ્ધૂનો આભાર માનતા તેમને શાંતિના દૂત ગણાવ્યા છે તો બીજીબાજુ સિદ્ધૂની આલોચના કરનારાઓને શાંતિ માટે હાનિકારક ગણાવ્યા છે.
ઇમરાને ટ્વીટ કરી કે હું સિદ્ધુનો મારા શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાન આવવા માટે આભાર માનું છું. તેઓ શાંતિના દૂત છે અને તેમણે પાકિસ્તાનના લોકોને ખૂબ જ પ્રેમ આપ્યો. જે લોકો તેમને નિશાન બનાવી રહ્યાં છે તેઓ ઉપમહાદ્વીપમાં શાંતિને હાની પહોંચાડી રહ્યાં છે. શાંતિ વગર આપણા લોકોનો વિકાસ કયારેય થઇ શકે નહીં.
ઇમરાને બીજી ટ્વીટમાં લખ્યું કે આગળ વધવા માટે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર સહિત તમામ વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ. ગરીબી હટાવા અને ઉપમહાદ્વીપમાં જીવનસ્તરને ઉપર લઇ જવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો વાતચીત દ્વારા આપણા મતભેદ ઉકેલવા અને વેપાર શરૂ કરવાનો છે.
આની પહેલાં નવજોત સિંહ સિદ્ધૂએ પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા આપી હતી. સિદ્ધૂએ કહ્યું હતું કે માત્ર દોસ્તીના નાતે ઇમરાનના શપથગ્રહણમાં ગયો હતો
અને તેનો રાજકારણ સાથે કોઇ લેવા-દેવા નથી. સિદ્ધૂએ એમ પણ કહ્યું
હતું કે પાકિસ્તાનના આર્મી ચીફે તેમને માત્ર શપથગ્રહણમાં મુલાકાત કરી હતી અને પાકિસ્તાનના લોકોએ તેમને જે પ્રેમ, સ્નેહ આપ્યો તેનાથી તેઓ ઓત-પ્રોત છે.