ગોંડલના અક્ષર મંદિરે છેલ્લા 52 વર્ષથી સેવા આપતા સંત પ્રસાદ સ્વામી સ્વધામ પધાર્યા

  • ગોંડલના અક્ષર મંદિરે છેલ્લા 52 વર્ષથી સેવા આપતા સંત પ્રસાદ સ્વામી સ્વધામ પધાર્યા
    ગોંડલના અક્ષર મંદિરે છેલ્લા 52 વર્ષથી સેવા આપતા સંત પ્રસાદ સ્વામી સ્વધામ પધાર્યા

ગોંડલ તા.21
ગોંડલના અક્ષર મંદિરે છેલ્લા બાવન વર્ષ થી સેવા બજાવતા સંતપ્રસાદ સ્વામી શ્રાવણ માસના અગિયારસના શુભ દિવસે 75 વર્ષની વયે સ્વધામ પધારતા મંદિરના પાછળના ભાગે આવેલ અક્ષર ઘાટ ખાતે સંતો મહંતોની હાજરીમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી આ તકે બહોળી સંખ્યામાં સંતો મહંતો અને ભક્ત ગણ હાજર રહ્યા હતા, સંતપ્રસાદ સ્વામી એ 1966 માં પાર્ષદી દીક્ષા યોગીજી મહારાજ પાસેથી લીધી હતી તેમજ ભગવતી દીક્ષા પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી લીધી હતી અને છેલ્લા બાવન વર્ષથી ગોંડલ અક્ષર મંદિર ખાતે સેવા બજાવી રહ્યા હતા તેમજ છેલ્લા બે દિવસથી અન્ન તથા જળનો ત્યાગ પણ કર્યો હતો તેઓના અક્ષરવાસથી સંત પરિસર તેમજ ભક્ત ગણમાં ઘેરો શોક ફેલાવા પામ્યો છે.