મોરબીના રવાપર ગામે વિજ શોકથી આધેડનું મૃત્યુ

મોરબી તા.21
મોરબીના રવાપર ગામ નજીક એપાર્ટમેન્ટના બાંધકામની દેખરેખ રાખતા આધેડવયના શ્રમિકને વિજશોક લાગતા તેનું મોત નીપજ્યું હતુ.
મોરબીના રવાપર ગામ પાસે આવેલી ક્રિષ્ના સ્કુલ પાછળના વિસ્તારમાં એપાર્ટમેન્ટનું કામ ચાલી રહ્યું છે.
આ કામકાજ પર દેખરેખ રાખતા મહેન્દ્રસીંગ પ્રતાપસીંગ નાયક ઉ.વ.55 નામના આદિવાસી આધેડને વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ ને ઈગોરાળા ગામેથી મયાપુર જવાના રસ્તા પરના નાળા પાસે બ્રિજરાજસિંહ ગિરીરાજસિંહ ઝાલા (રહે.ઈંગોરાળા)ને 48 નંગ બિયર સાથે ઝડપી પાડ્યો હતો