જેતપુરનાં બાવપીપળીયા ગામે 11 પત્તા પ્રેમીઓ રંગે હાથ ઝડપાયા

જેતલસર,તા.ર1
જેતલસર પંથકનાં બાવપીપળીયા ગામે જેતપુર તાલુકા પોલીસના બી.એસ.માલિવાડે જેતલસર પંથકમાં પેટ્રોલિંગ દરમીયાન બાવપીપળીયા ગામે જાહેરમાં જુગાર રમતાં ચંદુ ભનુ ખાંટ, રોહિત મનસુખ બાબરીયા, સાગર મનસુખ ખાંટ, કિશોર નારણ પરમાર, લાલજી બટુક ખાંટ, ગોપાલ માધા પરમાર, સુરેશ વશરામ ગુજરાતી, અજિતગીરી ભૂપતગિરી બાવાજી, મયુર ભરત ગોસ્વામી, કિશન ચીના ગુજરાતી, લાલજી વાલજી પરમાર રહે બધા બાવપીપળીયાને ઝડપી પાડી રૂા.ર9,700 રોકડ સાથે ધરપકડ કરી હતી.