એશિયામાં 28 વર્ષમાં પ્રથમ વખત ભારત કબડ્ડીમાં હાર્યું!

  • એશિયામાં 28 વર્ષમાં પ્રથમ વખત ભારત કબડ્ડીમાં હાર્યું!
    એશિયામાં 28 વર્ષમાં પ્રથમ વખત ભારત કબડ્ડીમાં હાર્યું!

એક મોટા અણધાર્યા પરિણામમાં સાત વેળા ગોલ્ડ મેડલ જીતેલ ભારતનો અહીં એશિયાઈ રમતોત્સવની કબડ્ડી સ્પર્ધામાં દક્ષિણ કોરિયા સામે આઘાતજનક પરાજય થયો હતો. ભારત 23-24ના સ્કોરથી દક્ષિણ કોરિયા વિરુદ્ધ હારી ગયું હતું જેણે ચાર વર્ષ પૂર્વે ઈન્ચોન ખાતે યોજાયેલ છેલ્લા રમતોત્સવમાં કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.
ભારતનો એશિયાઈ રમતોત્સવમાં 28 વર્ષમાં આ પહેલો પરાજય હતો. ભારત હવે એ-વિભાગમાં તેની આખરી મેચ થાઈલેન્ડ સામે મંગળવારે રમશે. ભારતીય ટીમે રવિવારે સ્પર્ધાના આરંભિક દિવસે બંગલાદેશને 50-21થી અને શ્રીલંકાને 44-28થી હરાવ્યું હતું. મહિલાઓની સ્પર્ધામાં અગાઉ બે વેળા વિજેતા બની ચૂકેલ ભારતે થાઈલેન્ડ સામે 33-23થી પોતાની બીજી વિભાગીય મેચમાં વિજયી બની પોતાની સફળતાકૂચ જારી રાખી હતી.