નોટિંગહામ: ભારતને ટેસ્ટ જીતવાની પૂરી તક

  • નોટિંગહામ: ભારતને ટેસ્ટ જીતવાની પૂરી તક
    નોટિંગહામ: ભારતને ટેસ્ટ જીતવાની પૂરી તક

ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરિઝના પ્રથમ બે ટેસ્ટ મેચ ગુમાવી ચૂકેલ ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજા ટેસ્ટ પર બરોબરની પકડ જમાવી લીધી છે. ટીમ ઇન્ડિયાએ સુકાની વિરાટ કોહલીની ભવ્ય સેન્ચુરી (103- રન)ની મદદથી બીજો દાવ 7 વિકેટે 352- રને ડિક્લેર કરી ઇંગ્લેન્ડને 521- રનનો ગંજાવર ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડે વિના વિકેટે 23 રન બનાવી લીધા હતાં. 
ભારતીય ટીમ માટે બચાવવા શ્રેણી આ ટેસ્ટ મેચમાં વાપસી કરવી બેહદ આવશ્યક છે અને અત્યાર સુધીની રમતમાં કોહલી સેના આ પડકારને ઝીલવામાં શાનદાર ઢબે સફળ રહી છે. ખાસ કરીન વિરાટ કોહલી અને ચેતેશ્ર્વર પુજારાએ ધવન-રાહુલની ઓપનિંગ જોડીએ આપેલા સુંદર સ્ટાર્ટનો ફાયદો ઉઠાવી ટીમ ઇન્ડિયાને ખૂબ જ મજબૂત સ્થિતિમાં લાવી મુકી હતી. પુજારાએ 72, ઉપરાંત હાર્દિક પંડ્યાએ 52 (બાવન) રન, રહાણેએ 29 રન ઝૂડી કાઢ્યા હતાં. મેચમાં હજુ બે દિ’ની રમત બાકી છે. 
વિરાટ કોહલીએ અહીં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં શનિવારે પ્રથમ દાવમાં 97 રન પર આઉટ થઈ જતાં ત્રણ રન માટે જે 23મી સદી ફટકારવાની તક ગુમાવી હતી એ ઇચ્છા તેણે ગઈ કાલે મેચના ત્રીજા દિવસે પૂરી કરી લીધી હતી. તે ગઈ કાલે 23મી સેન્ચુરી કરવામાં સફળ થયો હતો. તેને તેના 103 રનના સ્કોર પર ક્રિસ વોક્સે એલબીડબ્લ્યૂ કર્યો હતો. તેણે 197 બોલમાં 10 ફોરની મદદથી 103 રન બનાવ્યા હતા. જોકે, એ પહેલાં વિરાટે ભારતને વિજયની દિશા ભણી મોકલી દીધું હતું. તે આઉટ થઈને પાછો આવી રહ્યો હતો ત્યારે એક સ્ટેન્ડમાં ઊભા થઈને તેને યાદગાર ઇનિંગ્સ બદલ બિરદાવી રહેલા ચાહકો વારંવાર નવિરાટ કોહલી કી જયથ બોલ્યા હતા. વિરાટ અને ચેતેશ્ર્વર પુજારા (72 રન, 208 બોલ, 9 ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ હતી. પુજારાએ 16 ટેસ્ટ-ઇનિંગ્સ બાદ પહેલી વાર હાફ સેન્ચુરી ફટકારી હતી.
ઇંગ્લેન્ડે 520 રનના તોતિંગ લક્ષ્યાંક સામે બીજા દાવમાં વિના વિકેટે બાવીસ રન કર્યા હતા. એ પહેલાં, ભારતે બીજો દાવ 7 વિકેટે 352 રનના સ્કોર પર ડિક્લેર કર્યો હતો અને હાર્દિક પંડ્યા બાવન રને અણનમ રહ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 168 રનની લીડ લીધી હતી. આદિલ રશીદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં ભારતના 329 રન અને ઇંગ્લેન્ડના 161 રન હતા.