એશિયા મેન્સ હોકીમાં ભારતે ઇન્ડોનેશિયાને 17-0થી હરાવ્યું

  • એશિયા મેન્સ હોકીમાં ભારતે ઇન્ડોનેશિયાને 17-0થી હરાવ્યું
    એશિયા મેન્સ હોકીમાં ભારતે ઇન્ડોનેશિયાને 17-0થી હરાવ્યું

ભારતના પુરુષોની હોકી ટીમે ગઈ કાલે યજમાન ઇન્ડોનેશિયાની નબળી ટીમને પોતાના પહેલા જ મુકાબલામાં 17-0થી હરાવી દીધી હતી. ત્રણ ખેલાડીઓ (દિલપ્રીત સિંહ, સિમરનજિત સિંહ, મનદીપ સિંહ)એ ગોલની હેટ-ટ્રિક નોંધાવી હતી. દિલપ્રીતે 6ઠ્ઠી, 29મી, 32મી મિનિટમાં, સિમરને 13મી, 38મી, 53મી અને મનદીપે 29મી, 44મી, 49મી મિનિટમાં ગોલ કર્યો હતો.
રૂપિન્દર પાલ સિંહે પહેલી તથા બીજી મિનિટમાં ગોલ કર્યો હતો, જ્યારે આકાશદીપ સિંહે 10, 44મી, એસ. વી. સુનીલે પચીસમી, વિવેક સાગરે 26મી, હરમનપ્રીત સિંહે 31મી અને અમિત રોહિદાસે 54મી મિનિટમાં ગોલ નોંધાવ્યા હતા. ભારતે 10 ફીલ્ડ ગોલ કર્યા હતા, જ્યારે 6 ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા અને એક સ્પોટ પરથી કર્યો હતો. ભારતીયોના કુલ 40 શોટ ગોલપોસ્ટ પર હતા જેમાંથી 17 શોટ ગોલમાં પરિવર્તિત થયા હતા.