દીવ જીલ્લાની ચાર સહકારી મંડળીમાં ફુડ વિભાગનું ચેકીંગ

દીવ તા.21
દીવ જીલ્લાની ચાર સહકારી મંડળીઓમાં પ્રશાસનના સુપ્રીટેન્ડન્ટન્ટ રાણેશ બારીયા ફુડ શેફટી ઓફિસર રોહિત સોલંકી ફુડ ઇનસ્પેકટર કરશન વાલા હેલ્થ સ્ટાફ હિતેષ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી. જેના સેમ્પલ લઇ અને તે વડોદરા લેબમાં મોકલાશે. દીવની એક સાઉદવાડીની એક અને વણાંકબારાની બે સહકારી મંડળીઓમાં તપાસ થઇ. તપાસનો મુખ્ય ઉદ્ેશ એ છે કે લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા જોઇએ નહિ. અનામાં કોઇ ખામી હશે તો કાર્યવાહી પણ કશારે તેવું ફુડ ઓફિસર રોહિત સોલંકી એ જણાવ્યુ હતું.