જુનાગઢમાં બેવડી હત્યાના તમામ આરોપી જેલ હવાલે

જુનાગઢ તા.21
જુનાગઢના બે યુવાનોની હત્યામાં પકડાયેલ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે જયારે અન્ય શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ હોવાનુ પોલીસ તંત્ર દ્વારા જાણવા મળેલ છે.
જુનાગઢના સીરાજ ઉર્ફે ઉંદરડી રફીક નાગોરી અને કિશન ઉર્ફે બીટુ રમેશ પરમારની ચોરીની આશંકાથી કરાયેલ હત્યા સંદર્ભે જુનાગઢ પોલીસે સમીર ઉફેૈ મુનો ખારવો બાબુ ડાભી, નીતીન ચંદુલાલ ચાવડા, સુધીર બાલુ ડાભી, હાર્દિક અરવિંદ ભાદરકા, ભુપેન્દ્ર રતિલાલ તન્ના અને મહેશ રાવલની ધરપકડ કરી હતી અને સોમવારે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે આ કેઇસના મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે મુનો ખારવો તથા નીતીન ઉર્ફે મચ્છર ચંદુલાલ ચાવડાના આજ સાંજ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. આજે રીમાન્ડ પુર્ણ થતા બંન્ને શખ્સોને આજે જેલ હવાલે કરવામાં આવ્યા હતા જયારે નીતીન ચાવડા, સુધીર ડાભી, હાર્દિક ભાદરકા તથા ભુપેન્દ્રને સોમવારે જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.પકડાયેલ આરોપીઓ પૈકી ભેપેન્દ્ર રતિલાલ તન્ના જુનાગઢ કાપડ એસોસીએશનો પ્રમુખ અને વેપારી અગ્રણી હોવાનું તથા ડબલ મર્ડરના આરોપીઓને ભગાડવામાં તેમજ અન્ય બાબતે મદદગારી કરી હોવાનું ખુલવા પામ્યુ છે.