દિવની શાક માર્કેટ અને કૂદમ ગામે તસ્કરો ત્રાટકતા ભય

દીવ તા.21
દિવની વેજ માર્કેટ અને કૂદમ ગામમાં તસ્કરો ત્રાટકતા લોકોમાં ભય ફેલાયો છે.
દીવની વેજ માર્કેટ હરખબેન નારણ સોલંકી રહે. દીવની કેબીનમાં ચોરી થઈ અને તેમાંથી તસ્કરો કપડા ચોરી ગયાનું માલુમ પડેલ છે. આઉપરાંત કેબીનની બાજુમાં રહેલ અન્ય કેબીનોમાં પણ તસ્કરો એ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરેલ છે.
કૂદમ ગામમાં પણ બે દિવસ પહેલા ચાર ઘરોમાં તસ્કરોએ તાળા તોડી અને મકાનમાં ઘૂસી ઘરવખરીને નુકશાન કરેલ છે. પરંતુ ચોરના હાથમાં કંઈ આવેલ નથી કેમકે કૂદમ ગામના બંધ મકાનોના માલીકો ઘરમાં રોકડ રકમ કે અન્ય કિંમતી દાગીના રાખતા નથી.
દીવ જિલ્લામાં ચોરી રોકવા પોલીસ ને રાત્રીનાં વધુ પેટ્રોલીંગ કરવું અનિવાર્ય છે તોજ તસ્કરોને પોલીસનો ભય રહેશે અને ચોરી થતી અટકશે.