દ્વારકા જિલ્લામાંથી 8.28 લાખની મત્તા સાથે જુગાર રમતા 31 શખ્સો ઝડપાયા

ખંભાળિયા, તા.21
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શ્રાવણી જુગાર પુર બહારમાં ખીલ્યો છે. જેને ડામી દેવા માટે પોલીસે ઠેર-ઠેર દરોડાઓ પાડ્યા હતા.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મહાજન વાડી પાસે જુગાર રમી રહેલા સુરેશભાઇ મશરૂ, રમેશ અતુલભાઇ રત્નાગ્રાહી, દિપેશ મુકેશભાઇ કારીયા, મયુરીબેન મયુરભાઇ મંગી અને સોનલબેન ભરતભાઇ રાજવીરને પોલીસે ઝડપી લઇ, કુલ રૂા.58,150નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
જ્યારે ખંભાળિયાના દિલેશ ઉર્ફે દીલો અરવિંદભાઇ સામાણી અને પરેશ મનસુખભાઇ પુરોહિતને વર્લી-મટકાના આંકડા વડે જુગાર રમતા રૂા.2600/ની રોકડ રકમ સાથે ઝડપી લેવાયા હતા.
આ ઉપરાંત રાજકોટ રેન્જના પોલીસ કોન્સ. સજુભા હમીરજી જાડેજા તથા સ્ટાફે જામનગર રોડ પરના એક મંદિર પાસેથી દિનેશ બચુભાઇ ગોહિલ, ભૂપત બચુભાઇ મુરીયાણા, ધીરુ રુખડભાઇ મુરીયાણા, રાજેશ બચુભાઇ સોઢા અને દિલીપ કેશુર સોઢા નામના પાંચ શખ્સોને રૂા.60 હજારની કિંમતના બે મોટર સાયકલ, રૂા. 10 હજારના ત્રણ મોબાઇલ ફોન તથા રૂા.11,350/ની રોકડ રકમ મળી, કુલ રૂા.81,350ના મુદ્ામાલ સાથે પકડી પાડ્યા હતા.
દ્વારકામાં ઝડપાતો જુગારનો અખાડો રૂા.5.17 લાખના મુદ્ામાલ સાથે સાત પકડાયા
દ્વારકાથી આશરે 22 કી.મી. દૂર વચલી મઢી ગામેથી મંગા વજામુન નામના શખ્સે તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી વાડીના મકાનમાં અંગત ફાયદા માટે માલ ઉઘરાવી, રમાતા જુગારના અખાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમતા મંગા વજા મુન, આલા ફોગાભાઇ કારીયા, કારુ વાથાભાઇ ભારવાડીયા, મગનલાલ જીવણદાસ તન્ના, સુભાષભાઇ ત્રિકમભાઇ, વિનોદભાઇ કુરજીભાઇ અને હરદાસભાઇ વારોતરીયા નામના સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી રૂા. ચાર લાખની કિંમતની હોન્ડા સીટી મોટરકાર, રૂા.1,15,400 રોકડા તથા રૂા. બે હજારની કિંમતના ચાર નં મોબાઇલ ફોન મળી, કુલ રૂા.5,17,400નો મુદ્ામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની સીમમાં રહેતા દેવજી મુળજીભાઇ પરમારે પોતાની વાડીની સોરડીમાં વાલ ઉઘરાવી, ચલાવતાં જુગારના અખાડામાંથી દેવજી મુળજી પરમાર, જમન માધા નકુમ, હેમત લખુ કછટીયા, નરશી રામજી મુછડીયા, હેમત પોલા પરમાર, મોહન પોપટ સોનગરા અને રામજી જેઠા પરમાર તથા રાકેશ લખુભાઇ નકુમને રૂા.1,11,200 રોકડા તથા રૂા.15 હજારના 7 મોબાઇલ ફોન મળી, કુલ રૂા. 1,26,200/ના મુદ્ામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
કલ્યાણપુર તાબેના ભાટીયા ગામેથી ધનજી મેઘા મકવાણા, ડાયા રાણા રાઠોડ,બાબુ માલદે પારીયા અને કમીબેન રાણાભાઇ પારીયાને પોલીસે ચાર નંગ મોબાઇલ તથા રૂા.10,420/ રોકડા મળી, કુલ રૂા.12,400ના મુદ્ામાલ સાથે ઝડપી લીધા હતાં.