ભાવનગરમાંથી સાયકલ ચોર પકડાયો

ભાવનગર તા.21
ભાવનગરમાં પોલીસે ચારાઉ નવ સાઇકલો સાથે યુવાનને ઝડપી લીધો છે.
મળતી વિગતો મુજબ બી-ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન શહેરના મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાંથી શંકાસ્પદ હિલચાલ કરી રહેલા હિતેષ પરસોતમભાઇ રાઠોડ ઉ.વ.18અટકાવી પુછપરછ કરતા આ શખ્સ પાસેની સાઇકલ ચોરાઉ હોવાનું બહાર આતાં આ શખ્સની આગવી ઢબે પુછપરછ કરતાં તેની પાસે જુદી જુદી કંપનીની ગીયરવાળી 9 ચોરાઉ સાઇકલ હોવાનું જણાવતા પોલીસે ચોરાઉ સાઇકલો કબ્જે કરી તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
ચોરાઉ બાઇક સાથે ઝડપાયો
ભાવનગર શહેરના હિમાલયા મોલના પાર્કીંગમાંથી ચોરાયેલા બાઇક સાથે એલ.સી.બી. પોલીસે સિહોરના રાણા ગામના વિશાલ રમેશભાઇ કાંબડ નામના શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.