જામનગર જિલ્લામાં જુગાર અંગે સાત સ્થળે દરોડા

જામનગર તા.21
જામનગર જીલ્લામાં અલગઅલગ સાત સ્થળોએ થયેલી શ્રાવણીયા જુગારની મહેફીલ ઉપર પોલીસે દરોડા પાડયા હતા અને બે લાખ 25 હજારની રોકડ રકમ સાથે 50 શખ્સોને ઝડપી લીધા હતા.
જામજોધપુર તાલુકાના સરોદર ગામમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂા.1 લાખ 54 હજારની રોકડ સાથષ એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.
સડોદરા ગામના હિતેષભાઈ વૃજલાલભાઈ દુધાગરાની વાડીની ઓરડીગાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે અલસીબી પોલીસે દરોડો પાડયો હતો અને ગંજીપાનાથી જુગાર રમી રહેલા હિતેશ દુધાગરા, ઉપરાંત નવાઝ મામદભાઈ મલેક, કૌશિક રણછોડભાઈ પટેલ, ચંદુભાઈ અળસીભાઈ જાદવ, નિલેશ નરસીભાઈ તાળા, કાંતીભાઈ બચુભાઈ પટેલ, નિલેષ હહસરાજભાઈ પટેલ અને નાથાભાઈ નાજાભાઈ રાઠોડને રૂા. 2 લાખ 54 હજાર 100ની કડ સાથે ઝડપી લીધા હતા.
જામનગરનાં દરેડ જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડયા હતો અને જુગાર રમી રહેલા જીજ્ઞેશ નાથાલાલ ઝાલા, વિક્રમસિંહ બલદેવસિંહ લોધી વગેરે છ શખ્સોને રૂા. 11820ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત દરેડમાંજ અન્ય એક સ્થળષ ગંજીપાનાથી જુગાર રમતા સુનિલ કુમાર શ્રી રામશંકર ભટ્ય, ગરીબદાસ ઘનશ્યામદાસ વિજય માધાભાઈ વાછાણી વગેરે છ શખ્સોને રૂા. 12890ની રોકડ રકમ સાથષ પોલીસે ઝડપી લીધા હતા.
જોડીયા તાલુકાના ભાદરા ગામમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા વિહાભાઈ વજાભાઈ વકાતર, રમેશ ધનાભાઈ વકાતર વગેરે આઠ શખ્સોને રૂા. 7410ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જામનગર રામેશ્ર્વરનગરમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા ધર્મેન્દ્રબહાદૂરસિંહ જાડેજા લાલુભાભાઈજીભાઈ ચુડાસમા, વગેરે છ શખ્સોને રૂા. 11550ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.
જામનગર તાલુકાના ખોખરા ગામની સીમમાં અશોક બચુભાઈ ગંઢાની વાડીમાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડયો હતો અને અશોક ગંઢા ઉપરાંત અમીત જગદીશભા, ચાંદ્રા, ચંદ્રેશ અશોકભાઈ નંદા, કપીલ અશોકભાઈ ગંઢા, વગેરે નવ સ્થળોએ રૂા 32040ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.જામજોધપુર તાલુકાના ગરાળા ગામમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલ રાજુ મગનભાઈ સીતાપરા, રાજુ હરસુખભાઈ રાણાવડીયા, વિપૂલ ચંદુભાઈ પરમાર વગેરે સાત શખ્સોને 5180ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.