રિષભ પંતનો ડબલ રેકોર્ડ

  • રિષભ પંતનો ડબલ રેકોર્ડ
    રિષભ પંતનો ડબલ રેકોર્ડ

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં દિનેશ કાર્તિકના સ્થાને વિકેટકીપર તરીકે પસંદગી પામેલા 20 વર્ષીય રિષભ પંત કરિયરની પહેલી જ ટેસ્ટના પ્રથમ દાવમાં પાંચ કેચ પકડનારો વિશ્ર્વનો ત્રીજો તથા ભારતનો પ્રથમ વિકેટકીપર બન્યો છે. ડેબ્યૂ ટેસ્ટના પ્રથમ દાવમાં પાંચ કેચ ઝીલવાની સિદ્ધિ અગાઉ ઑસ્ટ્રેલિયાના બ્રાયન ટેબરે 1966માં અને ઑસ્ટ્રેલિયાના જ જોન મેક્લીને 1978માં (40 વર્ષ પહેલાં) નોંધાવી હતી. આ વિક્રમની જ વાત કરીએ તો ભારતના કોઈ પણ વિકેટકીપરે પંતની પહેલાં ડેબ્યૂ ટેસ્ટ-ઇનિંગ્સમાં ત્રણથી વધુ કેચ નહોતા પકડ્યા. દરમ્યાન ટેસ્ટ પ્રવેશે છગ્ગો ફટકારી પોતાનું ખાતું ખોલાવનાર પંત પ્રથમ ભારતીય ખેલાડી પણ બની ગયો હતેા.
પંત તેની આ સિદ્ધિમાં નરેન તામ્હણે (1955માં પાકિસ્તાન વિરુદ્ધ), કિરણ મોરે (1986માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ) અને નમન ઓઝા (2015માં શ્રીલંકા વિરુદ્ધ) સાથે જોડાયો હતો, જે બધાએ પોતાના ટેસ્ટ પ્રવેશે પાંચ કેચ પકડ્યા હતા.
તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પ્રવેશે છગ્ગો ફટકારી ખાતું ખોલનાર ભારતનો પ્રથમ અને એકંદરે 12મો ખેલાડી પણ છે.