‘શોલે’નો એ સીન ઓકે થતા ત્રણ વર્ષ લાગ્યા હતા !

  • ‘શોલે’નો એ સીન ઓકે થતા ત્રણ વર્ષ લાગ્યા હતા !
    ‘શોલે’નો એ સીન ઓકે થતા ત્રણ વર્ષ લાગ્યા હતા !

શોલેના 43 વર્ષ હિન્દી સિનેમાની બેસ્ટ ફિલ્મોમાં જેનું નામ લેવાય છે તે ફિલ્મ શોલે 43 વર્ષ પહેલા આજના દિવસે રીલિઝ થઈ હતી. 1975માં 15મી ઓગસ્ટના રોજ શોલે રીલિઝ થઈ હતી, પરંતુ આજે પણ આ ફિલ્મ લોકોના મન પર રાજ કરી રહી છે. આજે પણ છે શોલેનું રામગઢ ગામ હોય, ખતરનાક ડાકુ ગબ્બર હોય, જય-વીરુની મિત્રતાની વાતો હોય, બસંતી અને તેની ધન્નો, ઠાકુર અને તેની હવેલી, આ નામો આજે પણ લોકોના મોઢે છે. આ ફિલ્મને કારણે તેના એક્ટર્સ અને ડિરેક્ટર રમેશ સિપ્પીના કેરિયરને વેગ આપ્યો હતો. તે જમાનામાં શોલે 2 કરોડ રુપિયાના બજેટમાં તૈયાર થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ શોલેમાં એક સીન એવો છે જેને શૂટ કરવામાં 3 વર્ષનો સમય લાગ્યો હતો. 
અનેક વાર તે સીન શૂટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પર્ફેક્શન નહોતુ આવતુ. તમને યાદ હોય તો, ફિલ્મના એક સીનમાં જયા બચ્ચન સાંજના સમયે ઠાકુરની હવેલીમાં ફાનસ સળગાવે છે. આ સીનમાં બીજી બાજુ અમિતાભ બચ્ચન માઉથ ઓર્ગન વગાડે છે. આ સીન માટે રમેશ સિપ્પીને જે પ્રકારની લાઈટ જોઈતી હતી તે નહોતી મળી શકતી. 
ગબ્બર સિંહ શોલે ફિલ્મ પછી એક્ટર અમજદ ખાનનું કરિયર સેટ થઈ ગઈ હતી. ફિલ્મમાં ગબ્બર સિંહનો રોલ કરનાર અમજદે એટલી શાનદાર એક્ટિંગ કરી હતી કે લોકો તેમને રિયલ લાઈફમાં પણ ડાકુ સમજતા હતા.