ફિલ્મ રિવ્યુ દેશ દાઝથી ભરેલી સો ટચના સોના જેવી ‘ગોલ્ડ’

  • ફિલ્મ રિવ્યુ દેશ દાઝથી ભરેલી સો ટચના સોના જેવી ‘ગોલ્ડ’
    ફિલ્મ રિવ્યુ દેશ દાઝથી ભરેલી સો ટચના સોના જેવી ‘ગોલ્ડ’

અક્ષય કુમાર સાથે હોકીમાં ભારતને મળેલા પહેલા ગોલ્ડ મેડલ પર ફિલ્મ બનાવી છે. ફિલ્મ દેશભક્તિની ભાવનાથી ભરેલી છે. ફિલ્મની વાર્તા 1936થી શરૂ થાય છે જ્યારે બર્લિનમાં બ્રિટિશ ઇન્ડિયા અંતર્ગત ભારતની હોકી ટીમ જાય છે. આમા જુનિયર મેનેજરની રીતે તપન દાસ (અક્ષય કુમાર) હોય છે અને એ ટીમની આગેવાની સમ્રાટ (કુણાલ કપૂર) કરે છે. ફિલ્મમાં ઇમ્તિયાઝ (વિનીત કુમાર સિંહ) પણ હોય છે. આ વખતે ભારત ગોલ્ડ તો જીતી જાય છે પરંતુ બ્રિટિશ ઇન્ડિયાનો ઝંડો ફરકાવવામાં આવે છે જે તપનને પસંદ આવતુ નથી. તે નક્કી કરે છે કે હવે ભારત હોકી રમશે તો સ્વતંત્ર ભારતનાં ઝંડા નીચે રમશે.
વાર્તામાં આગળ રાજકુમાર રઘુવીર પ્રતાપ સિંહ (અમિત શાદ) અને પંજાબનાં હિંમત સિંહ (સની કૌશલ)ની એન્ટ્રી થાય છે. એકવાર ફરી ટીમની રચના થાય છે અને સ્વતંત્ર ભારતમાં 1948માં ભારતીય હોકી ટીમ કઇ રીતે 200 વર્ષની ગુલામીનો બદલો ગોલ્ડ જીતીને લે છે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. 
ફિલ્મની વાર્તા સરસ છે ફિલ્મનાં ડાયલોગ્સ, બેકગ્રાઉન્ડ સ્કોર અને ડાયરેક્શન ઘણું જ સારું છે. આ ઉપરાંત સિનોમેટોગ્રાફી અને લોકેશન્સ પણ દર્શકોને પસંદ પડે તેવા છે.
ફિલ્મમાં અમિત શાદ અને કુણાલ કપૂરનું કામ ઘણું સારું છે, જ્યારે ડેબ્યૂ કરનારી મૌની રોયનો અભિનય ઠીકઠાક છે. મુક્કાબાજ ફિલ્મનાં હીરો વિનીત કુમાર સિંહે પણ જોરદાર અભિનય 
કર્યો છે. 
તો અક્ષય એકવાર ફરી સાબિત કર્યું છે કે તેને શાનદાર કલાકાર શા માટે કહેવામાં આવે છે. 
ફિલ્મનું બજેટ અંદાજે 80 લાખ બતાવવામાં આવી રહ્યું છે.