પ્રિયંકા અગાઉ નીક અનેક મહિલાઓ સાથે પ્રણયના ફાગ ખેલી ચૂક્યો છે

  • પ્રિયંકા અગાઉ નીક અનેક મહિલાઓ સાથે પ્રણયના ફાગ ખેલી ચૂક્યો છે
    પ્રિયંકા અગાઉ નીક અનેક મહિલાઓ સાથે પ્રણયના ફાગ ખેલી ચૂક્યો છે

મુંબઇ: પ્રિયંકા ચોપડા સાથે સગાઈ કર્યા બાદ અમેરિકન સિંગર નિક જોનસ આજકાલ ઈન્ટરનેટ પર છવાયેલો છે. જોનસ તેના માતા-પિતા સાથે 16 ઓગસ્ટના રોજ ભારત આવ્યો હતો અને તેણે પ્રિયંકા ચોપડાના ઘરે 18 ઓગસ્ટના રોજ નાનકડી ‘રોકા’ સેરેમનીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ સાંજે સગાઈની પાર્ટી આયોજિત કરાઈ હતી. આ અગાઉ ભૂતકાળમાં તે અનેક જાણીતી પર્સનાલિટી સાથે લફરાં કરી ચૂક્યો છે. પ્રિયંકા ચોપડાને જીવનસાથી બનાવવાનો નિર્ણય લેતાં પહેલાં જોનસે ભૂતકાળમાં કરેલા લફરામાંથી કેટલીક જાણીતી મહિલાઆમાં મિલી સાયરસ અમેરિકન ગાયિકા અને અભિનેત્રી છે. આ ડિઝની યુગલ 2006માં એકબીજા સાથે જોડાયું હતું અને 2007માં તેમણે પોતાનાં સંબંધો પર પૂર્ણવિરામ મુક્યો હતો. તેઓ બંને 2009માં ફરી પાછા મળ્યા હતા, પરંતુ બંનેના નસીબમાં કોઈ અન્ય વ્યક્તિ લખેલી હશે એટલે તેઓ ટૂંકા સંબંધો બાદ જુદા થયા હતા. 
26 વર્ષની અમેરિકન ગાયિકા, અભિનેત્રી અને પ્રોડ્યુસર એવી સેલેના ગોમેઝે પણ નિક જોનસ સાથે લફરું કર્યું હતું. નિક સાથેના સંબંધો દરમિયાન ગોમેઝે તેની પ્રેમિકા તરીકે જોનસના મ્યુઝિક વીડિયો ‘બર્નિંગ અપ’માં પણ કામ કર્યું હતું. ગોમેઝે તેમનાં સંબંધો અંગે કેટલાક વર્ષો બાદ 2015માં જણાવ્યું હતું કે, ‘તેમના સંબંધો પપી લવ જેવા હતા, ઘણા જ મધુર સંબંધો હતા.’
કેડ હડસન પણ અમેરિકાની ગાયિકા અને અભિનેત્રી છે. એવોર્ડ વિજેતા અભિનેત્રીના નિક જોનસ સાથે સપ્ટેમ્બર, 2017 સુધી સંબંધો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, કેટ હડસન જોનસ કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટી હતી. જોકે, નિક જોનસ અને કેડ હડસન વચ્ચેના આ કથિત સંબંધો બહુ લાંબો સમય સુધી ટક્યા ન હતા. 
ન્યૂઝિલેન્ડની મોડેલ એવી જ્યોર્જિયા ફોવલેરે વર્ષ 2016માં ‘વિક્ટોરિયા સિક્રેટ’ લિંજરી કલેક્શન માટે મોડેલિંગ કર્યું હતું. જ્યોર્જિયા નિકના ભાઈ જો જોનસની એન્ગેજમેન્ટ પાર્ટીમાં પણ જોનસના હાથમાં હાથ નાખીને ફરતી જોવા મળી હતી. જોકે, ફોવલેરે ક્યારેય જોનસ સાથેના સંબંધો અંગે જાહેરમાં સ્વીકાર કર્યો ન હતો અને તે કહેતી હતી એક આ મારી અંગત બાબત છે.
લીલી કોલિન્સ બ્રિટિશ-અમેરિકન અભિનેત્રી, મોડેલ અને લેખિકા છે. નિક જોનસને લીલી સાથે પણ લફરું હોવાનું હોલિવૂડમાં ચર્ચાતું હતું. તેઓ બંનેની મુલાકાત લોસ એન્જેલસમાં વર્ષ 2009માં નિકેલડોન કિડ્સ ચોઈસ એવોર્ડ્સ સમારોહમાં સાથે કામ કરવા દરમિયાન થઈ હતી. ત્યાર બાદ બંને અનેક સ્થળે જાહેરમાં એકસાથે જોવા મળ્યા હતા.