પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની થઇ સગાઇ

  • પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની થઇ સગાઇ
    પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની થઇ સગાઇ

લાંબા સમયથી ચર્ચામાં રહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પોતાના સંબંધોને આગળ વધારવા જઈ રહ્યાં છે. શુક્રવારે અમુક પરિવારજનો અને મિત્રોની હાજરીમાં પ્રિયંકાના ઘરે વિશેષ પૂજા અને રોકા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નિક જોનાસના માતા-પિતા પહેલા જ ભારત પહોંચી ચૂક્યા હતા. નિક અને પ્રિયંકાની રોકા-સગાઈની તમામ વિધિઓ હિંદૂ પરંપરા અનુસાર જ કરવામાં આવી હતી. પ્રિયંકાની સગાઈની જાણ થતા જ લખનઉમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેલી પરિણીતી ચોપરાએ મેકર્સ પાસેથી એક દિવસનો બ્રેક માંથી સીધી મુંબઈ પહોંચી ગઈ હતી. પ્રિયંકા અને નિક રોકા સેરેમની દરમિયાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.
પ્રિયંકા અને નિક જોનાસ તરફથી સગાઈ અને અન્ય વિધિ સંબંધે કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો અનુસાર, બંનેના પરિવારજનો તમામ વિધિ પૂર્ણ થયા બાદ પ્રિયંકા અને નિકના સંબંધની જાહેરાત કરશે. પ્રિયંકાના નિક્ટના પરિવારજનો તેના ઘરે સગાઈ સંબંધિત તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પ્રિયંકાના ઘરના ડેકોરેશનનો એક વીડિયો પણ સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો હતો. 
પ્રિયંકા અને નિકની એન્ગેજમેન્ટ પાર્ટી સાંજે એક ફાઈવ સ્ટાર હોટલમાં બંનેના ખાસ મિત્રો અને પરિવારજનોની હાજરીમાં થશે. આ પાર્ટીમાં કોન્ટિનેન્ટ્લની સાથે ઈન્ડિયન ફૂડમાં ખાસ પંજાબી આઈટમ ડિનરમાં રાખવામાં આવશે. આ પાર્ટીમાં બોલિવૂડમાંથી કયા સેલેબ્સ હાજર રહેશે તેનો ખુલાસો હજુસુધી થઈ શક્યો નથી.