ઇમરાનખાન ભારતને પાકિસ્તાનનો મિત્રદેશ બનાવી શકે તો જ નવાઇ !

પાકિસ્તાન વડાપ્રધાનપદે ઇમરાનખાને શપથ લીધા છે ત્યારે એવો સવાલ જાગ્યા વિના રહેતો નથી કે તે ભારતને પાકિસ્તાનો મિત્ર દેશ બનાવી શકશે ખરાં ? અને પાકિસ્તાન સ્થિત આતંકી પરિબળોને ભારતની સીમા પર અને કાશ્મીરમાં આતંકી હુમલા તથા તોડફોડની પ્રવૃતિઓ અટકાવી શકશે ખરાં ?
ઇસ્લાબાદના અહેવાલ મુજબ પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સવારે સાડા 9 વાગે શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન તેમને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા.
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ મહેમાનોને મોકલાવવામાં આવેલા સમારોહના આમંત્રણમાં જણાવાયું કે સમારોહ રાષ્ટ્રગીત સાથે શરૂ થયો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ મહેમાન અને નવા ચૂંટાઈ આવેલા વડાપ્રધાન બેઠક ગ્રહણ કરી હતી. નેશનલ એન્થમ બાદ પવિત્ર કુરાનનો પાઠ થયો હતો. ત્યારબાદ હુસૈન શપથ ગ્રહણની શરૂઆત કરાઈ હતી અને શપથ દસ્તાવેજો પર હસ્તાક્ષર કયા હતા.
આ પૂર્વે શુક્રવારે જ પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીની એકતરફી ચૂંટણીમાં પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ઈમરાન ખાને આ મુકાબલામાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શાહબાઝ શરીફને હરાવ્યાં હતાં. બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) પાસે 54 બેઠકો છે. પીપીપીએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જેના કારણે 15મી નેશનલ એસેમ્બલીમાં ચૂંટણી માત્ર એક ઔપચારિકતા બની ગઈ હતી. શરીફની ઉમેદવારીને લઈને પીપીપી અને પીએમએલ-એન વચ્ચે મતભેદો ઉભરી
આવ્યાં હતાં.
નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે જાહેરાત કરી હતી કે ક્રિકેટરમાંથી નેતા બનેલા 65 વર્ષના ઈમરાન ખાનને 176 મતો મળ્યાં. જ્યારે તેમના એકમાત્ર હરિફ અને પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફને 96 મતો મળ્યાં. પરિણામ જાહેર થયા બાદ પીએમએલ-એનના સાંસદોએ ઈમરાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને સદનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તસવીર હાથમાં લઈને પ્રદર્શન કરી રહેલા પીએમએલ-એનના સમર્થકોએ મતને સન્માન આપોના નારા લગાવ્યાં. સ્પીકર કૈસર જબ સદનને સુચારુ રૂપથી ચલાવવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે પણ પીએમએલ-એનના સાંસદો નારેબાજી કરી રહ્યાં હતાં. ત્યારબાદ સ્પીકરે 15 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરી હતી.
અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ શપથ સમારંભ વખતે સિઘ્ધુ ઇમરાનખાનના મિત્ર તરીકે જ નહિ પણ સલાહકાર તરીકે પણ ઉ5સ્યા હતા.
પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગવાયું ત્યારે સિઘ્ધુ એમાં જોડાવા અંગે દ્વિધામાં મૂકાયો હતા એવી કોઇએ ટકોર કરી હતી.
ઇમરાનખાનના શપથવિધી સમારોહ વખતે ભારતીય ક્રિકેટર કપિલદેવનું નામ પણ ઉપસ્યું હતું. આ સમારોહમાં ઇમરાનખાન પ્રધાનમંડળ વિષે કશી જ જાહેરાત કર્યાનું જણાવાયું હતું.
ઇમરાનખાને તેમની સરકારની ભારત સાથેની નીતિ વિષે ખામોશી સેવી હતી. ઇમરાનખાને ચુંટણી પ્રચાર વખતે ભારત-પાક. વચ્ચે કાશ્મીરના મામલે પ્રવર્તતી શત્રુતાને ચગાવી હતી અને ભારત સાથે શત્રુતાના અંતની ભારતને પાકિસ્તાનનો મિત્ર દેશ બનાવવા બન્ને વચ્ચે સુલેહ શાંતિની નવી નીતિ અપનાવવાની કશી જ ભાવના વ્યકત કરી નહોતી.
ઇમરાનખાનનો પક્ષ ત્યાંની સંસદમાં ચોખ્ખી બહુમતિ મેળવી શકયો નથી. અન્યના ટેકા વડે જ તે સરકાર રચી શકે એવો તકલાદી રાજકીય ઘાટ ઘડાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઉપરાંત પાક. લશ્કર અને પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇના ઇશારે તેમણે શાસન ચલાવવું પડે તે દીવો જેવું છે.
પાકિસ્તાનની હમણાં સુધીની વિદેશી નીતિમાં ચીન સાથે સાથે તેણે સારી પેઠે સંલગ્ન રહેવું પડે છે. અને ઘણે અંશે તેણે આર્થિક રીતે તેણે ચીનના ખંડિયા દેશની સ્થિતિમાં રહેવું છે.
ઓછામાં પુરૂં, પાકિસ્તનનું શાસન સંભાળતી વખતે શરુઆતમાં જ અમેરકા-ચીન વચ્ચે લશ્કરી ભડકો થવાની સંભાવના જાહેર થઇ છે.
આ બધું જોતાં ઇમરાનખાન માટે વડાપ્રધાન પદ કપરાં ચઢાણ કે કાંટાળા તાજ સમું બની રહેશે. કોઇક ચમત્કાર જ એમને બચાવી શકશે. અને તેઓ ભારતને પાકિસ્તાનનો મિત્ર દેશ બનાવી શકે તો તે નવાઇ લેખાશે ! સિઘ્ધુની મઘ્યસ્થી પણ કશું સારૂં પરિણામ લાવી શકે એવો સંભવ નથી !