ધ્રાંગધ્રામાં ગૌવંશની હત્યા બદલ પાંચ સામે ફરિયાદ

ધ્રાંગધ્રા તા.14
ધ્રાગધ્રા તાલુકાના મોટા અંકેવાડીયા ગામે એક ખેડુતને ત્યા રખડતા પશુઓમા આખલો ખેતરમા પ્રવેશ કરી નુકશાન પહોચાડ્યુ હતુ પરંતુ આ પટેલ શખ્સો દ્વારા દયાની તમામ હદ વટાવી દઇ અબોલ અને અણસમજ આખલાને મોતના ઘાટ ઉતારી દેવાયો હતો જે બાબતની ફરીયાદ તેઓના જ ગામના જીવદયાપ્રેમી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન નોંધી છે.
પ્રાપ્ત વિગતો અનુશાર ધ્રાગધ્રા તાલુકાના મોટા અંકવાડીયા ગામે રહેતા દેવાભાઇ મંગાભાઇ ભરવાડ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ફરીયાઅદ નોંધાવતા જણાવાયુ છે કે મોટા અંકેવાડીયા ગામમા રહેતા મુકેશ પોપટભાઇ પટેલ, કાશીરામ ભગવાનભાઇ પટેલ, નરેશ ત્રીકમભાઇ પટેલ, ઘનશ્યામ વાલજીભાઇ પટેલ તથા ગુડી ભગવાનભાઇ પટેલ નામના પાંચેય શખ્સો દ્વારા ગત 12ઓગસ્ટના રોજ ગામના આંખલાને ટ્રેક્ટર સાથે બાંધી અતિ ક્રુરતા પુવઁક સીમ વિસ્તારમા ઢસડી બાદમા ખુબજ માર માયાઁ બાદ પણ આંખલાને ગળેટુપો આપતા પશુનુ મરણ થયુ હતુ. જ્યારે આ બાબતે દેવાભાઇ ભરવાડ નામના જીવદયાપ્રેમી દ્વારા તમામ શખ્સોની સામે તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.