ટ્રમ્પનો પાક.ને વધુ એક ફટકો: ભારતની મોટી જીત

  • ટ્રમ્પનો પાક.ને  વધુ એક ફટકો: ભારતની મોટી જીત
    ટ્રમ્પનો પાક.ને વધુ એક ફટકો: ભારતની મોટી જીત

વોશિંગ્ટન, તા.10
આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ જઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાની ટ્રમ્પ સરકારે વધુ એક આંચકો આપ્યો છે. આ વર્ષે ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને અમેરિકાના સુરક્ષા સહકારમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે તેના માટે જરૂરી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ સરકાર પાક. સેના અધિકારીઓને આપવામાં આવનાર તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઘટાડો કરવાની શરૂઆત કરી દીધી છે.
આ સાથે જ ભારતને મોટી સફળતા મળી રહી છે, કારણ કે ભારત તરફથી સતત પાક. જમીનનો આતંકવાદીઓ દ્વારા થતાં ઉપયોગનો મુદ્દો આતંરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવતો રહ્યું છે. જેની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત તરફથી કરવામાં આવી રહેલા દબાણની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. અમેરિકાના અધિકારીઓએ આ મામલે કહ્યું કે, અમેરિકા અને પાકિસ્તાન બંને દેશો લાંબા સમયથી દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર કામ કરી રહ્યું હતું, પણ છેલ્લા થોડા સમયથી તેમા નકારત્મક તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે પેન્ટાગોન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે બંને સૈન્ય અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
જો કે તેના પર પાકિસ્તાન તરફથી તીખી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, અને તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો અમેરિકા તાલીમ આપવાનું બંધ કરશે તો સીધું પાક. સેના ચીન અને રશિયા તરફ આગળ વધી શકે છે અને ત્યાં વધુ કાર્ય આગળ વધારી શકે છે.
અમેરિકાના રક્ષા વિભાગના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું કે, અમેરિકા સરકારે આંતરરાષ્ટ્રીય સૈન્ય એજ્યકેશન અને તાલીમ કાર્યક્રમ (ઈંખઊઝ)માંથી પાકિસ્તાનને સસ્પેન્ડ કરી દીધું છે. જેની સાથે જ પાક. સૈન્યના 66 અધિકારીઓને મળનાર તક પણ છીનવી લેવામાં આવી છે. જેની સાથે જ પાક. અધિકારીઓ માટે રાખવામાં આવેલ સ્થાન પર અન્ય લોકોને સમાવેશ કરવામાં આવશે.