રૂપિયા 18000 કરોડનું સ્કોલરશિપ કૌભાંડ

નવીદિલ્હી તા,10
દેશમાં અનુસૂચિત જાતિના છાત્રોની સ્કોલરશિપના નામે સૌથી મોટો ગોટાળો બહાર આવ્યો છે. યૂપી, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડું અને કર્ણાટકમાં કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પાંચ વર્ષમાં આંખો બંધ કરીને 18 હજાર કરોડ રૂપિયાથી વધારે છાત્રોને શિષ્યવૃત્તિ અપાઈ છે. જેમાં ન નિયમોનો ધ્યાને રખાયા છે, ન પ્રમાણપત્રોની ચકાસણી થઈ છે. ચોકાવનારી વિગતો તો એવી છે કે, એક જ રોલ નંબરના એક જ જાતિના પ્રમાણપત્રો પર હજારો છાત્રોને શિષ્ય વૃત્તિ અપાઈ છે. મોદી સરકારના રાજમાં સૌથી મોટું શિષ્યવૃત્તિનું કૌભાંડ આચરાયું છે. 1,87,581 છાત્રોના ખાતામાં નક્કી કરેલા નિયમોને ઘોળી જઈને 4,967 લાખ રૂપિયા વધારે મોકલાયા છે. આ કૌભાંડમાં નિયમોની સતત અવગણના કરાઈ છે. ફક્ત નમૂનાની તપાસમાં આ ગરબડ ગોટાળો સામે આવ્યો છે. આ જ રીતે ઓબીસીથી લઇને જનરલની તમામ શિષ્યવૃત્તિની ચકાસણી કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે. મોદી સરકારના અધિકારીઓએ લૂંટ મચાવી છે. આ કેસની તપાસ કરાય તો દેશના સૌથી મોટા કૌભાંડમાં આ કેસ સામેલ થાય તેવી સંભાવના છે. વર્ષ 2018ના રિપોર્ટ નંબર 12માં કેગે દેશમાં દલિતોને અપાતી શિષ્યવૃત્તિની પોલ ખોલી દીધી છે. કેગે આ પોલ ખોલવાની સાથે આ વ્યવસ્થા ફૂલપ્રૂફ બનાવવાની ભલામણ કરી છે.