ઉપવાસ માટે જગ્યા આપવા હાર્દિકની માંગ

અમદાવાદ, તા.10
શહેરના નિકોલમાં હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ જગ્યાની મંજૂરીને લઈ તંત્ર તરફથી તાનાશાહી આચરવામાં આવતી હોવાનો પાસ આક્ષેપ કરી
રહી છે. આમરણાંત ઉપવાસના માટે પ્લોટની મંજૂરી માટે આજે હાર્દિક પટેલ અમદાવાદના મ્યુનિસિપલ
અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજુઆત કરવા પહોંચ્યો હતો.
અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. આ અગાઉ હાર્દિકે કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરી હતી. જેમાં નિકોલના મેદાનની માંગ કરી હતી. પરંતુ કોર્પોરેશને તેને પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધો હતો. ત્યારે હાર્દિકે ઉપવાસ માટે અન્ય પ્લોટ મેળવવા અને મંજૂરી માટે અમદાવાદના મેયરને પાસ દ્વારા અરજી કરવામાં આવી હતી.
હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ 50થી પણ વધુ દિવસ પહેલા કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરવામાં આવી હતીપરંતુ તે ફાળવવામાં આવ્યો ન હતો, પ્લોટને પાર્કિંગ પ્લોટ જાહેર કરાતા પાસ દ્વારા સહકારની ભાવનાથી પાટીદાર સમાજના કાર્યકમ માટે નિકોલમાં આવેલા બીજા પ્લોટમાં કાર્યક્રમ કરવામા માટે તૈયારી દર્શાવીને લેખિત અરજી કરી છે.