પોલીસે 600 લઈ હાર્દિકની ‘ફિલ્મ’ ઉતારી !

  • પોલીસે 600 લઈ હાર્દિકની ‘ફિલ્મ’ ઉતારી !
    પોલીસે 600 લઈ હાર્દિકની ‘ફિલ્મ’ ઉતારી !

અમદાવાદ, તા.10
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ આંદોલનની મંજૂરી લેવા પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં હાર્દિક પટેલની કારને રોકીને દંડ ફટકારાયો હતો. તેમજ તેને મેમો આપવામાં આવ્યો હતો. કારણ કે હાર્દિક જે કારમાં આવ્યો હતો તે કારનો કાચ બ્લેક હતો જેથી પોલીસે તેને રૂ.600નો દંડ ફટકાર્યો હતો.
ઉપવાસ આંદોલન માટે સ્થળની મંજૂરી મેળવવા માટે પોલીસ કમિશનર કચેરીએ ગયેલા હાર્દિક પટેલની પોલીસે ફિલ્મ ઉતારી હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે તે બ્લેક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો હતો. જ્યારે આ અંગે પોલીસનો આભાર માનતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું તમામ પ્રકારની કાયદેસરની તમામ પ્રક્રિયાઓમાં પસાર થઇ રહ્યો છું.
અનામત અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના હેતુથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહેલ હાર્દિક પટેલ શુક્રવારે બપોરે મંજૂરી માટે પોલીસ કમિશનરની મુલાકાતે આવ્યો હતો. જોકે પોલીસ કચેરીએ આવતાં જ પોલીસ દ્વારા હાર્દિક પટેલની ફિલ્મ ઉતારાઇ હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક રંગની ફિલ્મ લગાવેલી હોવાથી ટ્રાફિક પોલીસ અધિકારીએ આ અંગે દંડ મેમો આપ્યો હતો અને કાર પરથી બ્લેક ફિલ્મ ઉતારી દેવાઇ હતી.
સમગ્ર ઘટનાક્રમ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવે એ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી છે. પોલીસના સહયોગની માંગ કરાઇ છે. આ અંગે અમારા કાર્યક્રમની વિગતો આવતી કાલ સુધી કમિશનરના ટેબલ પર પહોંચાડવાની છે.અમારા કાર્યક્રમો શું છે એ માટેનો તમામ રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે.