લાલકિલ્લા પર મોદીની રક્ષા કરશે મહિલા કમાન્ડો

  • લાલકિલ્લા પર મોદીની રક્ષા કરશે મહિલા કમાન્ડો
    લાલકિલ્લા પર મોદીની રક્ષા કરશે મહિલા કમાન્ડો

નવીદિલ્હી, તા.10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશ ખડતલ પુરૂષ કમાંડોથી ઘેરાયેલા જોયા હશે. દેશ હોય કે વિદેશની ધરતી, હંમેશા આ સ્ફૂર્તિલા કમાંડો જ તેમની રક્ષા કરતા હોય છે. પરંતુ આ ખવતે મહિલા કમાંડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે.
આ વખતે 15મી ઓગષ્ટના દિવસે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યાં હશે ત્યારે તેમની સુરક્ષા એસપીજી અને લોકલ પોલિસ અને દિલ્હી પોલીસની વુમન સ્વોટ કમાંડો ટીમ પણ તૈનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસની આ કમાંડો ટીમ દેશના કોઈ પણ રાજ્ય પોલીસમાં આ પહેલી ટીમ છે.
પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં બનાવવામાં આવેલા આ વિશેષ દળમાં 36 વુમન કોન્સ્ટેબલને 15 મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. સામાન્ય રીતે કમાંડો ટ્રેનિંગ 12 મહિનાની હોય છે. આ દળ પુરૂષ કમાંડો કરતા પણ વધારે તાલિમબદ્ધ છે. તેમને એનએસજીની કમાંડો ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
આ મહિલા કમાંડો બખ્તરબંધ ગાડીઓમાં તૈનાત રહેશે. આ ગાડીને પન વુમન કમાંડો જ ચલાવશે. તમામ કમાંડો બોમ્બ નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ છે. તેમને દિલ્હી પોલીસના પરાક્રમ દળની જ કમાંડોથી અનેક રીતે તાલિમબદ્ધ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈ પણ રાજ્ય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાંડો ટીમ નથી.