નવા પેકિંગમાં જૂની યોજનાઓ: કોંગ્રેસ

  • નવા પેકિંગમાં જૂની યોજનાઓ: કોંગ્રેસ
    નવા પેકિંગમાં જૂની યોજનાઓ: કોંગ્રેસ

અમદાવાદ, તા.10
ગુજરાતમા અનામત માટે ચાલી રહેલાં આંદોલનનો વચ્ચે રૂપાણી સરકારે બિન અનામત વર્ગ માટે રાહતનો પટારો ખૂલ્લો મૂક્યો છે. ત્યારે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે નીતિન પટેલે આજે યુવાનો માટે જે સહાયની જાહેરાત કરી તે અગાઉ આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ જાહેરાતો કરી છે. સરકાર વારંવાર એક જ યોજનાઓને નવા પેકિંગમાં પીરસી રહી છે. આ જનતાને ચૂંટણીને અનુલક્ષીને લોલીપોપ અપાઈ રહી હોવાનો કટાક્ષ કર્યો હતો. સરકાર દર વખતે એકને એક યોજના નવા સ્વરૂપે આપી અને સરકાર કામ કરી રહી છે તેવું જાહેર કરે છે.
રાજ્યની 58 જ્ઞાતિના 1.58 કરોડથી વધુ લોકોને અનામતનો લાભ મળતો નથી. ગુજરાત સરકારે આજે રાજ્યની તમામ જ્ઞાતિને લાભ આપવાના ઇરાદે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી છે. જેને પગલે હવે ગુજરાતમાં અભ્યાસ કરતા છાત્રોને મોટી સંખ્યામાં લાભ મળી રહેશે. સરકારે શૈક્ષણિક અભ્યાસ યોજના જાહેર કરી છે. પણ કોંગ્રેસે આ અંગે પણ પ્રતિક્રિયા આપી સરકાર પર પ્રહાર કર્યા છે