વરદીનો આ કેવો રૂવાબ?

પોલીસની વરદૃી સામે હંમેશા શંકાની નજરે જોવાય છે પણ કોઇ એકાદૃ બ્ો અપવાદૃન્ો બાદૃ કરતાં આખું તંત્ર ખરાબ નથી હોતું, થોડાક મુઠ્ઠીભર પરીબળોના કારણે કેટલીક વાર આપણે આખા તંત્રન્ો શંકાથી જોઇએ છીએ. પોલીસ તંત્રમાં ઘણા ઉમદૃા, પ્રભાવી, પ્રેમાળ અન્ો કલ્યાણકારી ષ્ટિ રાખતા લોકો પણ છે, ત્ોઓ હંમેશા લોકહીત તરફ જુએ છે. લોક કલ્યાણ ઝંખે છે. પોલીસ પ્રજાનો પ્રહરી બનીન્ો રહેવા ઇચ્છે તો એમા કશું ખોટું નથી. પ્રજાનો સાથી બનવા પોલીસ આગળ આવે તો એમા પણ જરાયે ખોટું નથી. પ્રજા કલ્યાણ માટે પોલીસ પાયાનું યોગદૃાન આગળ આવે તો એ ત્ોની ફરજ છે. આપણે ઘણા કિસ્સામાં જાણ્યું છે, વાંચ્યુ પણ છે કે પોલીસ્ો પ્રજાની મદૃદૃ કરી, ખોવાયેલું મની પોકેટ પરત કર્યું. બીમારન્ો મદૃદૃ કરી અથવા ત્ોન્ો હોસ્પિટલે પહોંચતું કર્યું.
સ્ત્રી કલ્યાણ માટે ત્ોણે પ્રયાસ કર્યો. આ અન્ો આવી ઘણી બધી બાબતો એવી છે એમાં પોલીસ ખડે પડે રહે છે, ટાઢ,તડકો, વરસાદૃ, વંટોળ, વિગ્ોરે પરિસ્થિતિમાં આ પોલીસ લોક સ્ોવા માટે ખડે પગ્ો રહે છે. તોફાનમાં પોલીસ તંત્ર પાયાની ફરજ બજાવે છે, એમ કરવામાં પોલીસ પોત્ો જખમી પણ બન્ો છે, ત્ોન્ો દૃવાખાનામાં ભરતી કરવો પડે છે. પોલીસ પ્રત્યેનો પક્ષપાતી દ્રષ્ટિકોણ બદૃલવો નથી. અગર બદૃલાયો હોય તો ત્ો મહદૃઅંશે જ જોવા મળે છે. પોલીસની ફરજ તો ત્યારે જોવા મળે છે ત્યારે કોઇ વરિષ્ઠ ન્ોતા જાહેર મુલાકાત્ો આવે છે. ત્ોઓના રક્ષણ માટે ત્ોની સુરક્ષા માટે ત્ો ૨૪ કલાક હાજર રહે છે. ઘટના સ્થળે ત્ો ફરજ બજાવે છે. રજાઓ કેન્સલ કરી, કરાવીન્ો પોલીસન્ો ફરજ પર હાજર રહેવું પડે છે આમ પોલીસની ફરજન્ો પણ જોવી પડે. કોઇ એક કેસન્ો કારણે આખા તંત્રન્ો વગોવવાની જરૂર નથી. લોકો પોલીસના ચહેરાન્ો ભ્રષ્ટ અન્ો અસંવેદૃનશીલ માન્ો છે.
પોલીસની વરદૃી પહેરનારના મનમાં ગૌરવની લાગણી પ્ોદૃા થવી જોઇએ. કે ત્ો કાયદૃાનું રખોપું કરનાર એક સિપાઇ છે. એક સિપાહી રક્ષક છે, ત્ોથી હાજરી ઘણા કિસ્સામાં માણસની િંહમતન્ો વધારે છે. પરંતુ ઘણા કિસ્સામાં એમની સ્થિતિ બતાવે છે પોલીસવાળાન્ો હવે પોલીસની વરદૃી માટે ગર્વ નથી થતો રૂવાબ કે ખુમારી હોય છે, આ ખુમારી અથવા રૂવાબ ત્ોન્ો પણ બતાવે છે, ત્ો લોકોન્ો તંગ કરે છે અન્ો પોતાના ખિસ્સા ભરે છે.
રાજસ્થાનની ફરજ પરની જયપુરમાં પોલીસથી એક યુવા મહિલા સહાયક નિરીક્ષક જે પરાક્રમ કરતા પકડાઇ ગઇ છે ત્ોનાથી લોકો દૃંગ રહી ગયા છે. ત્ો પોતાની વરદૃીના રૂવાબમાં કોઇની પાસ્ોથી રૂવાબભેર રૂપિયા ૫૦ લાખ મળતી રહી હતી. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ટીમે એન્ો લાંચ નો પ્રથમ હપ્તો એટલે કે રૂપિયા પાંચ લાખ રૂપિયા લેતા રંગ્ો હાથ પકડી હતી. પોલીસની વ્યવસ્થાપક નિરીક્ષણનું પદૃ ખૂબ મોટો હોદ્ો ગણાય નહીં, પણ આ અદૃના પોલીસ કર્મીની િંહમત તો જુઓ ત્ો કોઇની પાસ્ોથી રૂપિયા ૫૦ લાખ લઇ હતી આ ઘટના દૃર્શાવે છે કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટ લોકોની િંહમત કેટલી બુલંદૃ હોય છે.
વાસ્તવમાં એશ-આરામની િંજદૃગીની લાલસા ભ્રષ્ટાચાર અન્ો રિશ્ર્વતખોરોની જડ છે. લાંચ ખોટું કામ કરવા માટે જ નથી માંગવામાં આવી પણ આવુ કામ કરવા માટે પણ આમ આદૃમીન્ો લાંચ આપવી પડે છે. પણ એન્ો સામાજિક દૃૂરાચાર માનવામાં આવતો નથી કેમકે ન્ૌતિક અન્ો આસ્થાન મૂલ્યનો સમાજમાં હાલ થતો જાય છે. લોકો પોલીસ પર દૃબાણ બનાવવા માટે ન્ોતાઓની પાસ્ો જાય છે અન્ો ત્ોના પછી પોતાની વોટ બ્ોન્ક માટે પોલીસ પર દૃબાણ વધારે છે. વોટ બ્ોન્કની આ રાજનીતિ જો તમામ સંસ્થાઓન્ો ભ્રષ્ટ બનાવી દૃીધી છે. પોલીસ એમાં કોઇ અપવાદૃ નથી. એક રિપોર્ટ અનુસાર ભારતમાં લાંચ માગનારા સરકારી કર્મચારીઓ ત્ોમાં ૩૦ ટકાની ભાગીદૃારી પોલીસ તંત્રની છે. પ્રાથમિક અરજી નોંધાવવામાં તથા ભ્રષ્ટ ખાતામાં ભરવા માટે લાંચ અપાય છે. પુરાવા સામે નજર અંદૃાજ કરવા, કરાવવા બાબત્ો પણ લાંચ અપાતી હોવાની વાત બહૂ જૂની નથી. એવું નથી કે આ જ બાબતન્ો મટાડવાનો કોઇ ઇલાજ નથી, ત્ોની કોઇ દૃવા નથી, અગાઉ ત્ોના અંત માટે પ્રયત્નો જરૂર થયા છે, વર્ષ ૧૯૮૦ પહેલા રાષ્ટ્રીય પોલીસ યોગથી રચના કરવામાં આવી હતી એ પછી અન્ોક કમિટીઓ રચાઇ અન્ો બહાર આવી હતી.
૧૯૯૮ માં જુલિયો રિબ્ોરોની આગ્ોવાનીમાં એક કમિટી બની હતી, ત્ો પછી ફરી ૨૦૦૦ માં પદ્મ નામની કમિટી અન્ો ૨૦૦૫ માં પોલીસ એક્ટ પર સોલી સોરાબજી કમિટી પણ આવી હતી.
તાજેતરમાં લેવલે ભ્રષ્ટાચાર વિરોધી કાન્ાૂનમાં પ્રતિહિતા સંશોધન પણ કર્યું છે. એ પણ સાચુ છે કે કોંગ્રેસ અન્ો બીજેપીની આ અયોગ્યવાળી સરકારો છે વાતો તો મોટી મોટી કરે છે, પણ પાયામાંથી સુધારા માટે કંઇ કર્યું નથી. જેનું પરિણામ છે કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટ લોકોની િંહમત વધી ગઇ છે. પોલીસનો જે ચહેરો સામે આવે છે જેમાં લોકોન્ો અસંવેદૃનશીલતા દૃેખાય છે. આમા કોનો દૃોષ જોવાનો ? આખા તંત્રનો કે અન્યનો...? જોકે હોશિયાર, કાબ્ોલ પોલીસ કર્મીઓની અછત નથી. ઇમાનદૃાર કર્મીઓ હજી છે. પણ આપણે હવે સજાગ બનીન્ો આ તંત્રન્ો નવી ચેતનાથી બ્ોઠું કરવું પડશે.