ગેઈટકિપર કે પછી સેન્સર...

  • ગેઈટકિપર કે પછી સેન્સર...
    ગેઈટકિપર કે પછી સેન્સર...


ગત તા.3 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામુ દાખલ કરીને દેશભરમાં સોશ્યલ મિડિયા હબ-સ્થાપવાની યોજના પડતી મુકી હોવાનું જણાવીને એવી ખાતરી આપી કે દેશના નાગરીકોના ગુપ્તતાના અધિકારમાં ભંગ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. વાસ્તવમાં આ સબમીશનના 17 દિવસ પૂર્વે જ સરકારી કંપની બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ, ક્ધસલટન્ટ લી. દ્વારા વોટસએપ, ફેસબુક, ટવીટર-ઈન્સ્ટ્રાગ્રામ જ નહી કોઈના પણ ઈ-મેઈલ પણ ટ્રેસ કરી શકાય તે માટે સોફટવેર માટે ટેન્ડર ઈસ્યુ કર્યા હતા. વાસ્તવમાં સરકારને સુપ્રિમ કોર્ટ સમક્ષ આ સોગંદનામું કરવાની ફરજ પડી હતી સરકાર દેશભરમાં જે સોશ્યલ મિડિયા હબ સ્થાપવા માંગતી હતી તેના વિરૂદ્ધ થયેલી અરજીની હકીકત જાણી સર્વોચ્ચ અદાલતે સરકારને એકજ પ્રશ્ર્ન પૂછયો કે શું તમો દેશને એક સર્વલન્સ એટલે કે દેશના દરેક નાગરીક પર જાસુસી કરવા માગો છો! દરેક નાગરીકના વોટસએપ કે મેઈલને વાંચવા માંગો છો! હાલમાં જ આધારની ગુપ્તતાના મુદ્દે સર્વોચ્ચ અદાલતે જે રીતે નાગરીકના ગુપ્તતાનાં અધિકારને બહાલી આપી અને બંધારણમાં જે મુળભૂત અધિકાર અપાયા છે તેને જાળવવાની સર્વોચ્ચ અદાલતની પ્રતિબધ્ધતાને દોહરાવી તેથી આ કેસમાં પણ અદાલતી ટીકાનો ભોગ બનવુ પડશે તેવુ જણાતા સરકારે તે યોજના કે પ્રોજેકટ પડતો મુકવા નિર્ણય લીધો છે તેવું જાહેર કરી તેની મન્શાને વધુ ઉઘાડી થતી બચાવવા પ્રયાસ કર્યા. હવે સોશ્યલ મિડિયા હબ સ્થાપીને સરકાર દેશના દરેક નાગરીકના દરેક ડીજીટલ મિડિયા પ્લેટફોર્મના ચેટ-સહીતના ડેટા પોસ્ટ મેઈલ એકત્ર કરવા માંગતી હતી જેમાં સોશ્યલ મિડિયા પર જે ન્યુઝ બ્લોગ કે પછી ફોરમ ચર્ચા થાય છે તે પણ માહીતી ડેટા મેળવવા માંગતી હતી.
પણ સુપ્રીમ કોર્ટમાં આ સોગંદનામાના ફકત એક જ પખવાડીયામાં સરકારે ફરી એક વખત તેના જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને સોશ્યલ મીડીયા એપ ને બ્લોક કઈ રીતે કરી શકાય તેના પર શકયતાઓ ચકાસવા જણાવ્યું છે. આ ઉપરાંત ટેલીકોમ કંપનીઓ તથા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને ફેક્ધયુઝ ચાઈલ્ડ પોર્નાગ્રાફીને કઈ રીતે બ્લોક કરીને કે પછી તેને શેર થતા કે વાયરલ થતા રોકી શકાય તે અંગે પણ સૂઝાવ માંગ્યા છે.
હવે આ માટે હવે ટેલીકોમ વિભાગ સોશ્યલ મીડીયા જાયન્ટસ ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટાગ્રામ વિ. સાથે વાતચીત કરશે. સરકારની સોશ્યલ મીડીયા અંગેની ચિંતા વ્યાજબી છે તેનો ઈન્કાર થઈ શકે નહી. હાલની મોબ લિંચિંગની ઘટના બાદ સોશ્યલ મીડીયા અને ખાસ કરીને વોટસએપની સૌથી નેગેટીવ સાઈડ આપણી સામે આવી ગઈ છે પણ સરકારની આ મુવમાં હવે પ્રશ્ર્નો સર્જાય છે શું સોશ્યલ મીડીયાને પૂર્ણ રીતે બ્લોક કે બાન કરવું સરળ છે અને શું સરકાર ફકત સોશ્યલ કારણોસર કે પછી તેનાથી આગળ વધીને જોઈએ તો રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાથી જ સોશ્યલ મિડીયાના સંદેશાઓને આંતરવા-વાવવા અને જરૂર પડે બ્લોક કરવા માંગે છે કે પછી સરકારની ચિંતા રાજકીય પણ છે જે હમણા હમણા- ટેલીવીઝન મીડીયાની એક ઘટનાથી પણ છતી થઈ છે અને તેની રીયલ સાઈડ સોશ્યલ મીડીયામાંથી પણ લોકો સુધી પહોંચાડી શકતા અટકાવી શકાઈ નહી. સોશ્યલ મીડીયા પાવરફુલ મીડીયમ ન્યુઝ, ફેક્ધયુઝ અને અફવા માટે બન્યું છે તેનો ઈન્કાર થઈ શકે નહી. ફકત ભારતનો જ આ ટ્રેન્ડ નથી વિશ્ર્વભરનો છે પણ ચીન સિવાય કોઈ દેશ તેની સામે અસરકારક અંકુશ લાદી શકયું નથી. ચીને ગુગલ, ફેસબુક, ટવીટર, વોટસએપ જેવા પાવરફુલ મીડીયમને દેશમાં એન્ટ્રીજ કરવા દીધી નથી અને તેના કારણે આજે ચીનમાં એક નવી એવી લગભગ બે દશકાની પેઢી ઉભરી છે જે ગુગલ કે આ પ્રકારના માધ્યમ વિષે ભાગ્યે જ જાણે છે. ચીનનો ટીનએજર ફેસબુક પર ન હોય તે આજે ભારતના ટીનએજ માટે એક આશ્ર્ચર્ય હશે કે કઈ રીતે જીવી શકાય સોશ્યલ મીડીયા વગર! એફબી કે વોટસઅપ વગર! ચીને ફકત આ પ્રકારના સોશ્યલ મીડીયા જ નવી ન્યુયોર્ક ટાઈમ્સ કે ચાઈનીઝ વિકીપીડીયાને પણ બાન કર્યા છે તો તેથી ચીનના સ્માર્ટફોન ફકત કોલીંગ માટે જ છે તેવું નથી. ચીનના પોતાના સોશ્યલ મીડીયા છે જેના પર સરકાર ખૂબ જ નજીકથી નજર રાખે છે પણ ચીનની વાત જુદી છે. શાસન વ્યવસ્થા જુદી છે પણ ચીનને છોડો તો આજે વિશ્ર્વમાં 300 કરોડથી વધુ લોકો સોશ્યલ મીડીયા પર છે અને દરેક સરેરાશ 2-3 કલાક ગાય છે. ભારતમાં 50% લોકો જે 25-30 વર્ષની વય જૂથના છે તે સરેરાશ 8-10 કલાક સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર હોય છે. આજે 5-6 વર્ષનો બાળક પણ યુ-ટયુબ પર જાય છે. વોટસએપ જાણે છે. આમ આપણી રીયલ લાઈફ અને વર્ચ્યુઅલ લાઈફનું ગજબનું મિકસીંગ થઈ ગયું છે. આપણી સરકાર પણ હવે ટવીટર પર વધુ ચાલે છે. ખુદ સરકાર તેના પ્રોજેકટ યોજનાઓને સોશ્યલ મીડીયા પર વધુને વધુ મૂકવા માંગે છે. કારણ કે તે લોકો સુધી પહોંચવાનું સૌથી સરળ અને ઝડપી માધ્યમ છે. ભારતમાં બીઝનેસ પણ ફકત ઈ-કોમર્સ જ નહી ઓફલાઈન બીઝનેસને પણ ઓનલાઈન રહેવાની ફરજ પડી છે તેથી આ મીડીયાને નકારવું હવે શકય નથી પણ સરકાર માને છે કે સોશ્યલ મીડીયાની જે નેગેટીવ ઈફેકટ છે. ખાસ કરીને સામાજીક રાષ્ટ્રીય સલામતી સંદર્ભમાં તેથી તેને આ માટે બ્લોક કે રેગ્યુલેટ કરવા ખાસ સતાની જરૂર છે. કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદ તો સોશ્યલ મીડીયા પર નિયંત્રણ આવશે જ તેવું સોય ઝાટકીને કહે છે પણ શું સરકારનો ડર ફકત સોશ્યલ કે નેશનલ સિકયોરીટીનો છે? કે પછી રાજકીય પણ છે! બહું કડવી પણ વાસ્તવિકતા છે કે દેશમાં મીડીયામાં વાતાવરણ બદલવા લાગ્યું છે અને તેનો પ્રભાવ સોશ્યલ મીડીયામાં પણ પડયો છે. દેશના પ્રિન્ટ-મીડીયાથી લઈને ઈ-મીડીયા પર ‘લેબલ’ લાગી ગયા છે અને તેઓ અંકુશના સીધા અને આડકતરા પ્રયાસ થાય છે. ભારત જેવા વિકસતા જતા દેશમાં જયા મીડીયા હવે એક મીશનમાંથી કોમર્સીયલ બનવા જઈ રહ્યું છે તે સ્થિતિમાં ફાયનાન્સીયલ મોરચે સરકારી કે સરકાર પ્રેરીત એડ. આવક કે પછી સુવિધાની ખાસ જરૂર પડે છે અને હવે આજકાલ તે જ સરકારનું હથિયાર બની રહ્યું છે અને સરકાર તેનો ઉપયોગ કરીને ધાર્યા પરિણામ લાવવા માંગે છે પણ સોશ્યલ મીડીયા હજું આ પ્રકારની મજબૂરી કે પ્રભાવથી મુક્ત છે. જો કે તે કેટલો સમય રહેશે તે પ્રશ્ર્ન છે પણ હાલની ચિંતા 2019ની છે. સોશ્યલ મીડીયા જે રીતે સ્વતંત્ર અભિવ્યક્તિથી લઈને અનસેન્સર- સમાચારો- માહિતીનું તથા વિશ્ર્લેષણનું માધ્યમ બન્યું છે. તેનાથી લોકો સુધી વાસ્તવિકતા ઝડપથી પહોંચવા લાગી છે. જો કે તેઓ નકારાત્મક માહિતી પણ છે પણ રાજકીય પક્ષોને પોઝીટીવથી ફાયદો કરતા નેગેટીવનો ડર વધુ લાગે છે અને તેથી જ તે આ મીડીયા પર કોઈપણ અંકુશ રાખવા
માંગે છે.
પણ શું તે સફળ થઈ શકે! ચોકકસપણે કોઈ આંદોલન કે તેવી સ્થિતિ સમયે તેઓ બે-ચાર કલાક કે 24 કલાક ઈન્ટરનેટ સેવાને બંધ કરીને કુપ્રચારને કે ઉશ્કેરણીજનક સમાચારને ફેલાતા રોકી શકો છો. તેમાં 50% સફળતા મળે છે. આપણે પાટીદાર આંદોલન કે પછી રાજસ્થાન-હરિયાણાના ગુર્જર આંદોલન સમયે તે પ્રકારે પ્રતિબંધ મુકાતો જોયો તો છે જ.
પરંતુ તે થોડા કલાકો માટે પ્રભાવી રહ્યા છે. કાયમ માટે નહી. કારણ કે સમસ્યા સોશ્યલ મીડીયાથી સર્જાતી નથી કે ઉકેલાતી નથી. સમસ્યાને તેના સ્વરૂપે જ ઉકેલવી જોઈએ. કાશ્મીરમાં જ આપણે રોજ બે દિવસે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકાતા જોયા છે પણ તેનાથી નવી હિંસા, પત્થરબાજી કે પછી અશાંતિ ઘટી નથી. વાસ્તવમાં ટેકનોલોજી જ એવી છે કે તેમાં એક પર બીજી ટેકનોલોજી આવી જ જાય છે. જો કાશ્મીરની વાત કરીએ તો અહી ઈન્ટરનેટ બાન છતા વર્ચ્યુઅલ- નેટવર્કથી કામ ચાલે છે. જેના આધારે ઈન્ટરનેટ ઉપલબ્ધ થાય જ છે.
ઉપરાંત આ પ્રકારના પ્રતિબંધ કયારેક કાઉન્ટર પ્રોડકટીવ બને છે. તેમાં વારંવાર કોઈ ચોકકસ હેતુ માટે આ પ્રકારના બ્લોકનો ઉપયોગ કરો તો લોકો તે સમજી જ જશે અને તે સીધો સરકાર સામે જ આક્રોશમાં પલટાઈ શકે છે. 1975માં કટોકટી સમયે સોશ્યલ મીડીયા કે સ્માર્ટફોનનું પણ અસ્તિત્વ ન હતું અન ટેલીવીઝન સેટ પણ ન હતા તે સમયે રેડીયો પણ પૂર્ણ સરકારી અંકુશમાં હતો અને અખબારોને પણ ગુંગળાવી દેવાયા હતા અને માહિતીની બ્લેક આઉટ જેવી સ્થિતિ બનાવાઈ હતી અને ફકત સરકાર કહે છે કે દર્શાવે તે જ લોકો સુધી પહોંચતું હતું તેવા માહિતીના ટાંચા સાધનોને પણ બ્લોક કરી દેવાયા તો ચૂંટણીના પરિણામમાં લોકોને ગુસ્સો ફાટી નીકળતો જોવાયો હતો જ અને હવે તો 21મી સદી છે. માહિતી-ડીજીટલ બની છે. લોકો સ્માર્ટ બન્યા છે.
તે સમયે સરકારનો 19મી સદીની માનસિકતાથી સોશ્યલ મીડીયા કે પછી કોઈપણ મીડીયાને અંકુશમાં લેવા પ્રયાસ કરશે તો પણ તે બુમરેગ થશે. ઉપરાંત ટેકનોલોજી પણ તેવુ થવા દેશે નહી અને સૌથી મહત્વનું ભારતની એક મુક્ત લોકશાહીના કેન્દ્ર તરીકેની પ્રતિષ્ઠા છે તે બનાના રીપ્લીક જેવી બની જશે. એક મુદો નિશ્ર્ચિત છે. સરકારના કોઈપણ પગલામાં હવે લોકો તેની ‘મથરાવટી’ શું છે તે જુએ છે. ભારતના નાગરિકોએ હાલના દશકામાં ઘણું શિખ્યું છે. ચોકકસપણે સોશ્યલ મીડીયાને કલીનચીટ આપી શકાય નહી પણ તેમાં સારી મથરાવટીથી જ સુધારો લાવી શકાશે. વાત સામાજીક સલામતીની અને હેતુ રાજકીય તે હવે સ્વીકાર્ય બનશે નહી.