OBC આયોગ બિલ રાજયસભામાં પસાર: મળ્યો બંધારણિય દરજજા

  • OBC આયોગ બિલ રાજયસભામાં પસાર: મળ્યો બંધારણિય દરજજા
    OBC આયોગ બિલ રાજયસભામાં પસાર: મળ્યો બંધારણિય દરજજા

નવી દિલ્હી તા.6
બંધારણ (123મું અમેન્ડમેન્ટ) બિલ આજે રાજ્યસભામાં પસાર થયું. આ બિલ નેશનલ કમિશન ઓન બેકવર્ડ ક્લાસીસ (રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ)ને બંધારણીય દરજ્જો આપે છે અને તેમને નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સની સમકક્ષ લાવીને મૂકે છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં આ બિલ 2 ઓગસ્ટ, 2018ના રોજ પસાર કરવામાં આવ્યું હતું.
બે તૃતીયાંશ કરતા વધુ બહુમતી સાથે બિલ લોકસભામાં થયું હતું પાસ
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપતું બંધારણ બિલ લોકસભામાં બે તૃતીયાંશ કરતા વધુ બહુમતી સાથે પસાર થયું હતું. વોટિંગ વખતે બિલની તરફેણમાં 406 સભ્યોએ મતદાન કર્યું. બિલની વિરુદ્ધમાં એકપણ મત ન પડ્યો. સરકારના અમેન્ડમેન્ટ્સને પણ સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા.
લોકસભામાં લગભગ 5 કલાક સુધી ચાલેલી ચર્ચામાં 32 સભ્યોએ ભાગ લીધો હતો. બિલ પાસ થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં હાજર હતા.
બિલ પરની ચર્ચા દરમિયાન સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી થાવરચંગ ગેહલોતે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે પછાત વર્ગ સમુદાયને બંધારણીય દરજ્જો આપવાનો સંકલ્પ કર્યો હતો. એટલે તેને ફરીથી લોકસભામાં રાજ્યસભાના અમેન્ડમેન્ટ્સ પર ઓલ્ટરનેટિવ અમેન્ડમેન્ટ્સ સાથે લાવવામાં આવ્યું છે.