અમિતાભના વેવાઇ અને રાજકપૂરના જમાઇનું અવસાન

  • અમિતાભના વેવાઇ અને રાજકપૂરના જમાઇનું અવસાન
    અમિતાભના વેવાઇ અને રાજકપૂરના જમાઇનું અવસાન
  • અમિતાભના વેવાઇ અને રાજકપૂરના જમાઇનું અવસાન
    અમિતાભના વેવાઇ અને રાજકપૂરના જમાઇનું અવસાન

મુંબઇ તા.6
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનના વેવાઈ એટલે કે દીકરી શ્વેતા બચ્ચન નંદાના સસરા રાજન નંદાનું દિલ્હીમાં પાંચ ઓગસ્ટના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. રાજન નંદા એસ્કોર્ટ્સ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંદ ડિરેક્ટર હતાં. ગુડગાંવની હોસ્પિટલમાં તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. રાજન નંદાના અંતિમ સંસ્કાર છ ઓગસ્ટના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય, રણધિર-રીષિ-રાજીવ કપૂર, રીષિ કપૂરની દીકરી રિદ્ધિમા, જમાઈ ભરત સાહની, સ્વ. રાજ કપૂરની દીકરી રીમા જૈન પતિ તથા બંને સંતાનો સાથે આવી હતી. નોંધનીય છે કે રાજન નંદાએ રાજ કપૂરની દીકરી રીતુ નંદા સાથે લગ્ન કર્યાં હતાં.રીષિ કપૂરની દીકરી તથા રણબિર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં રાજન નંદાના નિધનની માહિતી આપી હતી. તેણે રાજન નંદાની તસવીર શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રિદ્ધિમા કપૂરે લખ્યું હતું, તમે હંમેશા મહાન હતાં અને રહેશો.
તમારા પ્રેમ માટે આભાર. તમને બહુ જ મિસ કરીશું અંકલ. છઈંઙ રાજન અંકલ. આ પોસ્ટ બાદ અમિતાભ બચ્ચને બે ફેન્સની ટ્વિટને રિટ્વિટ કરીને વેવાઈ રાજન નંદાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
રાજન નંદા બોલિવૂડના શો-મેન રાજકપૂરના જમાઈ હતાં. રાજકપૂરની મોટી દીકરી રિતુ નંદા સાથે રાજનના લગ્ન 1969માં થયા હતાં. હાલમાં રિતુ નંદા ઈન્સ્યોરન્સ સર્વિસ(આઈએઆઈએસ)ની સીઈઓ છે. રાજન નંદા એક્ટર રીષિ કપૂર, રણધિર કપૂર તથા રાજીવ કપૂરના જીજાજી હતાં.
અમિતાભ બચ્ચન આજકાલ બલ્ગેરિયામાં ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમને વેવાઈના નિધનની જાણ થતાં જ તેઓ ભારત આવવા રવાના થયા છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે,