બુધવારે ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદ તા.6
વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યા બાદ લાંબા સમયથી વિરામ લીધો છે. જોકે, આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સાથે સાથે વરસાદ ન પડવાના કારણે જગતના તાત ખેડૂત ચિંતામાં આવી ગયો છે. ઉગાડેલો પાક પાણી વગર બળી રહ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશનના કારણે આગામી 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સેવાઇ રહી છે.
હવાનામ ખાતાએ આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. લો પ્રેશનના કારણે આગામી 8 ઓગસ્ટે વરસાદની શક્યતાઓ વધી ગઇ છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ હમાનખાતેએ કરી છે.
આ સાથે હાલમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, બિહારના પશ્ચિમ તેમ જ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે 6 ઓગસ્ટ પછી ગુજરાત સહિત દેશના પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.
વધુ મળતી માહિતી પ્રમાણે દરિયામાં પવનની ગતી વધારે છે. જેના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરમિયામાં આશરે 2.5થી 3 મીટર કરતા વધુ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ઉંચા મોજા ઉછળવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચન કરવામાં આવ્યું છે.