IT રિટર્ન માટે ‘આધાર’ લિંક ફરજિયાત નથી

  • IT રિટર્ન માટે ‘આધાર’ લિંક ફરજિયાત નથી
    IT રિટર્ન માટે ‘આધાર’ લિંક ફરજિયાત નથી

અમદાવાદ તા.6
આધારકાર્ડ અને ઇન્કમટેક્ષ અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, હવે ઇન્કમટેક્ષ રિટર્ન માટે આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત નહીં. વકીલ દ્વારા કરવામાં આવેલ અરજીને લઇને ચુકાદો આપ્યો છે.ગુજરાત હાઈકોર્ટે આજે આધારકાર્ડ અને ઇન્કમટેક્ષ અંગે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે, હવે ઇન્કમટેક્ષ રિટર્ન માટે આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત નથી. જો કે, અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, આધારકાર્ડ લિંક વાળી મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ઈઇઉઝ ફરજીયાત આધારલિંક કરવાની ફરજ પાડી શકે નહીં.તમને જણાવી દઈએ કે, ઓનલાઇન રિટર્ન ભરવા માટે તમારે પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવા પડે છે. સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાનું ફરજીયાત બનાવ્યું છે. ત્યારે અરજદારની કોર્ટ સમક્ષ રજૂઆત બાદ હાઇકોર્ટે ઇન્કમટેક્ષ રિટર્ન માટે આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત ન હોવાનું જણાવ્યું હતું.