કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.કે. ધવનનું નિધન

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.કે. ધવનનું નિધન
    કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.કે. ધવનનું નિધન

નવી દિલ્હી તા.6
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.કે. ધવનનું આજે નવી દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. અહીં એ યાદ અપાવીએ કે, આર.કે.ધવન ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પર્સનલ સેક્રેટરી હતા.
સને 1984 માં ઇન્દીરા ગાંધીની હત્યાના બનાવમાં ધવન પ્રત્યક્ષદશી હતાં.
ઇન્દિરા ગાંધીના અત્યંત વિશ્ર્વાસુ અને તેમના નજીકના નેતા ગણાયેલા આર.કે.ધવન રાજય સભાના સભ્ય પણ રહી ચુકયા છે.
કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટિવટર પર સ્વ. આર.કે. ધવનને શબ્દાંજલી અર્પી
હતી.