વિકિલિક્સનો ધડાકો: કોંગ્રેસે બાંગ્લાઘૂસણખોરોને બચાવ્યા

નવી દિલ્હી તા.3
16 ફેબ્રુઆરી 2006ના દિવસે અમેરિકા કાંસુલેટના એક અધિકારી દ્વારા લખેલ વિકીલીક્સ કેબલે કરેલા એક ખુલાસા અનુસાર 2006માં થનાર અસમ વિધાનસભા ઈલેક્શન દરમિયાન સોનિયા ગાંધીએ મુસ્લિમોને અપીલ કરી હતી કે, તેઓ ફોરેન એક્ટમાં સંશોધન કરશે જેથી બાંગ્લાદેશથી આવેલ શર્ણાર્થીઓને પરત મોકલવાથી બચાવી શકાય. ઉલ્લેખનિય છે કે, 2005માં સુપ્રીમ કોર્ટે આઈએમડીટી એક્ટને અસંવેધાનિક જાહેર કરી દેવામાં આવ્યો હતો. અસલમાં આ એક્ટના કારણે બાંગ્લાદેશીઓની ઓળખ કરીને તેમને પરત મોકલવાની પ્રક્રિયા ખુબ જ જટીલ હતી. કોંગ્રેસ હંમેશા સમર્થન કરતી આવી છે. આ એક્ટના કારણે 1971 પછી આવેલ બાગ્લાદેશીઓને સુરક્ષામ મળે છે.
કેબલમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસે હંમેશા મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવાની કોશિશ કરી. સોનિયા ગાંધીએ પોતાના વર્તમાન પ્રવાસમાં એક્ટમાં સંશોદન કરવાની કોશિશ કરી હતી. બાંગ્લાદેશથી સતત મુસ્લિમો દ્વારા ભારત આવવાના કારણે તેમનું મહત્વ વધારે વધી ગયું છે. કોંગ્રેસ પાર્ટીથી 13 વિધાનસભા સીટો પર મુસ્લિમ ધારાસભ્ય છે. કોંગ્રેસ સતત બાંગ્લાદેશ મુસ્લિમોને પરત મોકલવાવાથી બચાવતી રહી છે. તેથી તે મુસ્લિમોની મનપસંદ પાર્ટી રહી છે.
અસમમાં પૂર્વ કોંગ્રેસ સાંસદ કિરિપ ચલીહાએ કહ્યું, મને યાદ નથી કે, સોનિયા ગાંધીએ કંઈ એવું કહ્યું હોય પરંતુ મે ક્યારેય પણ ગેરકાયદેસર માઈગ્રેસનને સમર્થન કર્યું નથી. તમેને કહ્યું કે, મુદ્દો હિન્દુ કે મુસ્લિમનો નથી, માઈગ્રેશનનો છે જે દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. મમતા બેનર્જી જેવી નેતા પણ વોટ બેંક બચવવામાં લાગેલા છે.
હાલમાં જ એનઆરસી ડ્રાફ્ટમાં 40 લાખ લોકોના નામ નથી જેના કારણે નવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, જો બાંગ્લાદેશ તેમને લેવાનું નામ પાડી દેશે તો તેમનું શું થશે. શું સરકાર તેમને જીવન જરૂરી ચીજોથી પણ વંચિત કરી દેશે? શું તેમને રાશન કાર્ડ મળશે? હાલમાં તેમની પાસે જે સંપતિ છે તેનું શું થશે? સરકારી અધિકારીઓએ આ મુદ્દા પર મૌન સેવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, બધી જ પ્રક્રિયા પૂરી થઈ જશે તો જ આ મામલે કંઈક કહી શકાશે.
એનઆરસી ડ્રાફ્ટમાંથી ઘણા એવા નામ પણ ગાયબ છે, જેઓ ભારત સરકારમાં નોકરી કરી ચૂક્યા છે. તે ઉપરાંત એવા પણ ઘણા નામો સામે આવ્યા છે, જેમાં પરિવારના અડધા લોકોના નામ ગાયબ છે, જ્યારે અડધાઓનો નામ ડ્રાફ્ટમાં સામેલ છે, તેવામાં શું આ બધા પરિવારો રઝળી પડશે કે, સરકાર તેમના માટે કોઈ યોગ્ય પગલા ભરશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ બિનસત્તાવાર રીતે કહ્યું હતું કે, આ મામલો ભારતનો છે, તેનાથી તેની સાથે અમારે કંઈ લેવા દેવા નથી અને જે લોકોના નામ એનઆરસીમાંથી ગાયબ છે તેઓ પણ અમારા લોકો નથી. આમ બાંગ્લાદેશે પણ પોતાના હાથ ઉંચા કરી દેવાનો સંકેત પહેલાથી આપી દીધો છે, તેવામાં એક યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કે 40 લાખ લોકોનું શું થશે?