ચૂંટણી આવે છે ત્યારે જ સરકારને પ્રજા સાંભરે છે; એનો ઉપાય શું? બધું જ ભેદી

  • ચૂંટણી આવે છે ત્યારે જ સરકારને પ્રજા સાંભરે છે; એનો ઉપાય શું? બધું જ ભેદી
    ચૂંટણી આવે છે ત્યારે જ સરકારને પ્રજા સાંભરે છે; એનો ઉપાય શું? બધું જ ભેદી

આપણા દેશના રાજકારણીઓની એ ખાસિયત છે કે ચૂંટણી આવે છે તે વખતે જ એમને પ્રજા સાંભરે છે અને પ્રજાને આપેલા વચનો યાદ આવે છે. કોઈ કોઈતો એવું કહે છે કે આપણી સરકારોના ભેજાં ચૂંટણીઓને આવતી જોઈને જ કામ કરે છે. ચૂંટણી પ્રચાર વખતે કરેલી ભાષણબાજીઓને આચરણમાં મૂકવાની તેઓ પરવા કરતા નથી અને પ્રજાની પાસે મત માગવા જતા તેઓ નિર્લજ્જતા અનુભવતા નથી. વર્ષો સુધી નહિ કરેલા પ્રજાના કામ નવી ચૂંટણી આવવાની થાય તો પહેલા કરી આપવાની બનાવટી જાહેરાતો તેઓ કરવા લાગે છે. અને દરેક ચૂંટણી વખતે પ્રજા ભરમાતી છેતરાતી આવી છે.
હવે મતદાન મશીન (ઈવીએમ) દ્વારા મતદાન કરવાની પધ્ધતિમાં ભેદી ઘાલમેલ થતી હોવાની આશંકા દર્શાવીને બધા જ વિરોધ પક્ષોએ બેલેટ પેપર દ્વારા જ આગામી ચૂંટણી કરવાની માંગણી કરી છે.
આ અંગેનો સત્તાવાર અહેવાલ દર્શાવે છે કે, ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની વિશ્ર્વસનીયતા અંગે વિપક્ષી દળ શરૂઆતથી જ સવાલિયા નિશાન લગાવતા આવી રહ્યા છે. આવતા વર્ષે 2019માં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે અને ચૂંટણી પંચ આ ચૂંટણીમાં 100 ટકા વીવીપીએટીના ઉપયોગની કવાયતમાં જોડાયેલું છે, એવામાં એક-બે નહી પરંતુ 17 વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી પંચ સાથે મળીને આગામી સામાન્ય ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરાવવાની માંગ કરશે.
સત્તારૂઢ ભાજપની વિરુદ્ધ વિપક્ષી એકતાને મજબુત કરવાના પ્રયાસ હેઠળ તૃણમુલ કોંગ્રેસ સહિત 17 રાજનીતિક દળ આ માંગણી સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ચૂંટણી પંચને અપીલ કરશે કે 2019ની લોકસભા ચૂંટણી મતપત્રથી કરાવવામાં આવે. 17 વિપક્ષી દળ આ યોજના અંગે ચર્ચા કરવા માટે આગામી અઠવાડીયે બેઠક કરશે.
તૃણમુલ નેતા ડેરક ઓ બ્રાયને કહ્યું કે, આ એક એવો કેસ છે જેના પર તમામ વિપક્ષી દળ સંમત છે. અમારી આવતા અઠવાડીયે બેઠક કરવાની યોજના છે. અમે ચૂંટણી પંચનો સંપર્ક કરવા અને તે માંગ કરવાની યોજના બનાવી છે કે ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણી મતપત્ર થકી કરાવે. આ મુદ્દે તમામ વિપક્ષી દળોનું સમર્થન પ્રાપ્ત કરવાની પહેલ તૃણમુલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ કરી હતી. જ્યારે તેઓ 19 જાન્યુઆરીએ પોતાની રેલી માટે વિપક્ષી નેતાઓને આમંત્રણ માટેતેમને મળવા બુધવારે સંસદ આવ્યા હતા.
મમતા બેનર્જીને સંસદમાં તૃણમુલ કોંગ્રેસના કાર્યાલયમાં તેમને મળવા બુધવારે સંસદમાં આવ્યા હતા.મમતા બેનર્જીને સંસદમાં તૃણમુલ કોંગ્રેસના કાર્યાલયમાં તેમને મળવા માટે આવેલા નેતાઓને તે અપીલ કરતા સાંભળવામાં આવ્યા કે તેઓ ઇવીએમ સાથે છેડછાડની રિપોર્ટ તથા 2019ની ચૂંટણી મતપત્ર દ્વારા કરાવવાની માંગ મુદ્દે સંયુક્ત પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચની પાસે મોકલ્યા.
તૃણમુલ કોંગ્રેસે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિનની નિષ્પક્ષતા અંગે સવાલ પેદા કરતા સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. તેણે માંગ કરી હતી કે 2019ની ચૂંટણીમાં મતપત્ર પરત લેવામાં આવે. પશ્ચિમ બંગાળના સત્તારૂઢ દળે કહ્યું કે, આ એક એવો સંયુક્ત કાર્યક્રમ છે જે વિપક્ષી દળોને એક કરશે. સૌથી રસપ્રદ બાબત છે કે બેનર્જીએ ભાજપની સહયોગી શિવસેના પણ આ પ્રતિનિધિમંડળનો હિસ્સો બનવા માટેની અપીલ કરી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પહેલા માંગ કરી હતી કે 2019ની ચૂંટણી ઇવીએમ સાથે મતપત્ર દ્વારા કરાવવામાં આવે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું કે, તમામ પાર્ટી નેતાઓને ઇવીએમ મુદ્દે સતર્ક રહેવું જોઇએ. સમાજવાદી પાર્ટીનાં વડા અખિલેશ યાદવ પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટેની હિમાયત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશની જનતામાં ઇવીએમ મુદ્દે અવિશ્વાસ સતત વધી રહ્યો છે.
છેલ્લા થોડાં દિવસથી દિલ્હીના પ્રવાસ પર રહેલા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી આ મુદ્દે વાતચીત કરી છે. આ મામલે થોડાં દિવસ પહેલાં જ સપાના કાર્યકારિણી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી હતી. એટલું જ નહીં તેમનો પક્ષ આ માટે ચૂંટણી આયોગની સામે ધરણાના પણ કરવા માટે તૈયાર છે.
આ મામલે એવું કહેવામાં આવી રહ્યું છેકે, ઈવીએમના બદલે બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પક્ષ, નેશનલ કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ તરફથી માંગણી કરવામાં આવી છે. સપાના રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે, આ મામલે ચૂંટણી પંચ પર દબાણ લાવવા માટે અન્ય પક્ષોને પણ એકજૂથ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વાયએસઆર કોંગ્રેસ, ડીએમકે, જેડીએસ, ટીડીપી ઉપરાંત લેફ્ટ પાર્ટીઓ પણ બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી રહ્યા છે. નોંધનીય વાત એ છેકે સરકારની સહયોગી શિવસેના દ્વારા પણ બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણીને સમર્થન આપવામાં આવી રહ્યું છે.
છેલ્લા ઘણાં સમયથી વિપક્ષ તરફથી ઈવીએમ સાથે છેડછાડ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં 2014માં ઘણાં પક્ષોએ ઈવીએમ સાથે છેડછાડને પોતાની હાર માટે જવાબદાર ગણાવ્યું છે. સપા અને બસપાએ ઉ.પ્રદેશની ચૂંટણીમાં હાર માટે ઈવીએમને જવાબદાર ગણાવ્યું છે. પંજાબ ચૂંટણી સમયે આપ તરફથી પણ આ આરોપ લગાવવામાં આવ્યો છે. હવે 2019 પહેલા દેશમાં રાજકીય સાથે અન્ય પણ ફેરફાર જોવા મળી
શકે છે.
કહે છે કે સારા ભાષણની અસંખ્ય વાતો કરતાં આચરણમાં મુકાયેલી એક જ સારી વાત વધુ મૂલ્યવાન છે.
બીજી, એથીયે વધુ મૂલ્યવાન બાબત એ છેકે, ગામડાઓની સ્થિતિનું અવલોકન કરીને જ નકકી કરી શકાય કે દેશનો ખરેખર કેટલો વિકાસ થયો છે. કારણ કે સુખી ગામડાઓ વિના સુખી દેશની કલ્પના અધૂરી અને અપૂર્ણ જ રહેશે!
આવું સુખ અને આવો વિકાસ આપણા દેશના બધા જ રાજકીય પક્ષો વેરઝેર અને કટુતાને બાજુએ મૂકીને અને રાજગાદીલક્ષી રાજકારણને બદલે રાષ્ટ્રીય એકતા દ્વારા રાષ્ટ્રના ચારિત્ર્ય નિર્માણ પ્રતિ પ્રયાણ કરે તો જ શકય બનશે! આ માટે રાષ્ટ્રીય રાજકીય મંચને પ્રસ્થાપિત કરવો પડશે અને હિન્દુસ્તાની સુમેળનો મંડપ રોપવો પડશે! મને લાગ્યો કસુંબીનો રંગની આપણે કયારે આમન્યા કરશું?