ગાંઠિયા-ભજિયાં દાબજો બે ફિકર: કોલેસ્ટેરોલ- ફ્રી મગફળીની શોધ !

  • ગાંઠિયા-ભજિયાં દાબજો બે ફિકર: કોલેસ્ટેરોલ- ફ્રી મગફળીની શોધ !
    ગાંઠિયા-ભજિયાં દાબજો બે ફિકર: કોલેસ્ટેરોલ- ફ્રી મગફળીની શોધ !

જુનાગઢ, તા.1
ટુંક સમયમાં જ ડાયેટિંગ કરતા અને હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા વ્યક્તિઓએ સિંગતેલમાં તળેલા ભજીયા ખાતા કચવાતા મને પોતાને કંટ્રોલ કરવાની જરુર નહીં રહે. કૃષિ વિજ્ઞાનિકોએ કરેલા દાવા મુજબ તેઓ ખેડૂતોને એવી મગફળી ઉગાડવા માટે મદદ કરવા પૂર્ણરુપે તૈયાર છે જે કોલેસ્ટેરોલ ફ્રી હશે.
અત્યાધુનિક જેનોમ ટેક્નલોજીનો ઉપયોગ કરીને જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના સંશોધકોએ એવી મગફળીની જાત વિકસાવી છે જે હાનિકારક કોલેસ્ટેરોલ ફ્રી છે. જેનોમ ટેક્નોલોજી વડે જે તે પ્રોડક્ટના ઉગઅમાં ચેન્જ કરીને વધુ સારી ક્વોલિટી માટે નવી જાત વિકસાવવામાં આવે છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મગફળીનો પાક લેવામાં આવે છે. જે રાજ્યમાં જ નહીં ભારતમાં પણ સૌથી વધુ મગફળીનો પાક લેવાય છે. વર્ષ 2017માં રેકોર્ડબ્રેક 32 લાખ ટન મગફળી એકલા સૌરાષ્ટ્રમાં થઈ હતી. દેશમાં મોહાલી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી બાદ જુનાગઢ ત્રીજી એગ્રિકલ્ચર યુનવર્સિટી છે જેણે જેનોમ ટેક્નોલોજીના ઉપયોગથી પાકની અંદરના ઉગઅ કાઢી નાખવા અથવા રિપ્લેસ કરીને તેની ગુણવત્તા વધારવાના પ્રયાસ કર્યા છે.
સંશોધકોના જણાવ્યા મુજબ મગફળીમાં બે પ્રકારના ફેટી એસિડ મળી આવે છે. ઓલીક એસિડ અને લિનોલીક એસિડ આ બંને મળીને મગફળીના તેલમાં 80% હોય છે. લનોલીક એસિડ કોલેસ્ટેરોલ વધારે છે જ્યારે ઓલીક તેનાથી વિરુદ્ધ કામ કરી કોલેસ્ટેરોલ ઘટાડે છે. સંશોધકોની ટીમને લીડ કરનાર યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના આસિ. પ્રોફેસર ડો. રુકમસિંહ રાઠોડે કહ્યું કે, અમે મગફળીના ઉગઅમાં સુધારા કરીને તેના લિનોલીક એસિડના ભાગને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેમાં સફળતા મળતા જ મગફળીનું તેલ પણ તલના તેલની જેમ કોલેસ્ટેરોલ ફ્રી બની જશે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે જો આ પ્રોસેસને પરંપરાગત રીતે ક્રોસ બીડિંગ દ્વારા કરવામાં આવે તો 8 વર્ષ તો આ જાતને તૈયાર કરવામાં જ ચાલ્યા જાય છે અને પછીના 3-4 વર્ષ તેને રેગ્યુલર પ્રોસેસ માટે જોયે છે. જ્યારે જેનોમ ટેક્નોલોજીથી આ ગાળાને ઘટાડીને 2-3 વર્ષ કરી શકાય છે અને તેમ છતા રીઝલ્ટ વધુ સારુ મળે છે તેમજ આ પ્રોસેસનો બીજો ફાયદો એ પણ મળશે કે મગફળીમાં રોગ, જીવાત અને ખરાબ થઈ જવા પર પણ કંટ્રોલ આવશે જેથી ખેડૂતોની પેદાશ અને તેના આધારે આવક પણ વધશે.