મુંબઇનું મરાઠા આંદોલન ખોફનાક નીવડી શકે: ગુજરાતે ચેતવું જ ઘટે !

આપણો દેશ એક બાજુ લોકસભાની આગામી ચુંટણીના ધમધમાટમાં ડુબાડુબ છે, બીજી બાજુ સતાલક્ષી કાવાદાઓએ રાજકારણીઓ તેમજ રાજપુરૂષો સારી પેઠે ગાંડાતુર કરી મૂકયા છે.
મતલક્ષી રાજકારણમાં અનામતનો મદ્દો મતદારોને આકર્ષવા માટે હાથવગો થઇ બેઠો છે. અને આંદોલન ધમકીની જોરદાર ગરજ સારે છે. આપણા દેશની વ્યાપારી રાજધાની મુંબઇ આવા છીછરા અને તોફાની રાજકારણને રવાડે ચઢી છે? આને લગતો મુંબઇનો અહેવાલ દર્શાવે છે એ મુજબ મહારાક્ષ્ટ્રમાં મરાઠા આંદોલનના કારણે અત્યાસ સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજે પણ આ આંદોલન વધુ ઉગ્ર બનશે. સંગઠન તરફથી અનામત માટે આજથી જેલભરો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઇ એલર્ટ પર છે. રાજયમાં સુરક્ષાના પેરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. જેલભરો આંદોલન માટે હળવે હળવે મુંબઇના આજાદ મેદાનમાં આંદોલનકારીઓ એકત્ર થઇ રહ્યા છે. આ લખાય છે ત્યારે પોલીસની ખટારીઓ આવી પહોંચી છે અને ગમે ત્યારે જેલભરો આંદોલન માટે ધસારો થશે તેવું દેખાઇ રહ્યું છે. જો કે મુંબઇના નવા પોલીસ કમિશનર ખુબ જ કડક છે માટે આંદોલનકારીઓ ફાવશે નહીં તેવું દેખાય છે. કોઇ પ્રકારની ીહંસા કરવાની પરવાનગી પોલીસ આપશે નહીં. અનામતની માગ લઇને પ્રદર્શન કરી રહેલા મરાઠા સમુદાયના લોકોએ મંગળવાર ઓરંગાબાદ-જલગાંવ માર્ગ રસ્તા રોકો પ્રદર્શન કરીને મરાઠા અનામત માગણીને લઇને લગભગ પ્રદર્શનકારીઓએ કેરકોસિન છાંટીને આત્મદાહ કરાવવાની કોશીશ કરી. લાતૂરના પોલીસ અધિક્ષક શિવાજી રાઠોડનું કહેવું છે કે જિલ્લાના ઔસામાં તહસીલદાય કાર્યાલયની બહાર આઠ લોકોએ આત્મહત્યાની શોશિશ કરી પરંતુ પોલીસે સમયસર પહોંચીને તેમને શાંત કરાવ્યાં. બીજી બાજુ મરાઠા આંદોલન અંગેના પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે કોઇપણ એક સમુદાયની ભાવનાઓના આધાર પર નિર્ણય લઇ શકાય નહીં. ફડણવીસે કહ્યું કે તેમની સરકાર મરાઠા સમુદાય માટે અનામતની માગ પર કામ કરી રહી છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયાની અવગણના થઇ શકે નહીં. તેમણે છેલ્લા કેટલાક દિવસમાં મરાઠા સંગઠનો તરફથી અનામતની માગણીને લઇને કરવામાં આવી રહેલા આંદોલન દરમિયાન હિંસક ઘટનાઓનો તથા કથિત રીતે આત્મહત્યા કરવામાં આવતી હોવાના મામલાને નિરાશાજનક ગણાવ્યાં.
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઇ રહ્યું છે. આંદોલનના કારણે અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજે પણ આ આંદોલન વધુ ઉગ્ર બનવા જઇ રહ્યું છે. હવે મહારાષ્ટ્ર આંદોલનનો પડઘો ગુજરાતમાં પડી રહ્યો છે તેના ભાગરૂપે મહારાષ્ટ્ર જતી તમામ જીએસઆરટીસીની તમામ બસો અટકાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વખતે ગુજરાતની અનેક બસો સળગાવાઇ હતી. જેના કારણે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે આજે રાત્રે 10.30 પછી જીએસઆરટીસીની કોઇ બસ મહારાષ્ટ્ર જતા યાત્રીઓને મોટી મુશ્કેલી પડી શકે છે.
આ અહેવાલો એવો ખ્યાલ ઉપસાવે છે કે ભાજપ-શિવસેનાનું રાજકીય જોડાણ તુટયા પછી શિવસેનાએ તેની વગ વધારવા આ આંદોલનને બળ આપવાની રણનીીત અપનાવી છે. હમણા લોકસભાની ચુંટણીના પડઘા બેસી ગયા છે. હમણા સુધી હિન્દુવાદના અચળા હેઠળ આ બંન્ને પક્ષો સાથી પક્ષોના સ્વરૂપમાં સંયુકત ભૂમિકા ભજવતા હતા. હવે એ બંન્ને એમની વચ્ચ્ેની કટુતા મુંબઇ મહારાષ્ટ્રને સતત અશાંત રાખે તો નવાઇ નહિ.. આ સંઘર્ષ મરાઠી-જુજરાતી પ્રજાનો દિલ દિમાગ પર વિપરિત અસર પણ કરી શકે અને તે વેપાર રોજગાર ધંધા વગેરે પર પણ અસર કરી શકે! ગુજરાતે આજની પરિસ્થિતિમાં સાધ રહેવું જ પડશે.