NRCમાં નામ નથી તે પણ મતદાન કરી શકશે: પંચ

ગુવાહાટી, તા.1
આસામમાં એનઆરસીના ફાઈનલ ડ્રાફ્ટ બાદ જ્યાં એકતરફ રાજકારણમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે, તો બીજી બાજુ ગછઈ લિસ્ટમાં સામેલ ન હોય તેવાં 40 લાખ લોકોના મતાધિકાર મળશે કે કેમ તે અંગેના સવાલો ઊઠી રહ્યાં છે. ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે બુધવારે સ્પષ્ટ કર્યુ કે જે લોકોના નામ ફાઈનલ ડ્રાફ્ટમાં નથી તેઓએ પરેશાન થવાની જરૂર નથી. તેઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે પણ તેઓનું નામ વોટર લિસ્ટમાં હોવું જરૂરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે આ મુદ્દે જણાવ્યું કે ચૂંટણી પંચની કામગીરી અલગ હોય છે. એનઆરસીના ફાઈનલ ડ્રાફ્ટમાં જેઓના નામ સામેલ ન હોય તેવા લોકોના મતદાર યાદીમાંથી ઓટોમેટિક નીકળી જશે તે વાત પાયાવિહોણી છે. આ માટે એક કાયદાકીય પ્રક્રિયા હોય છે.
રાવતે વધુમાં કહ્યું કે, જે લોકોના નામ એનઆરસીમાં નથી તેઓના નામ રાજ્ય ચૂંટણી યાદીમાં સમાવિષ્ટ રહેશે. પરંતુ તેના માટે તેઓએ જરૂરી ચૂંટણી દસ્તાવેજથી સાબિત કરવું પડશે કે તેઓ ભારતના નાગરિક છે.
સાથે જ જાન્યુઆરી 2019 સુધી 18 વર્ષના છે અને જ્યાં મતદાન
કરવા માંગે છે તે વિધાનસભાના તેઓ રહેવાસી છે.
તેઓએ કહ્યું કે આ માટે ચૂંટણી પંચે ગછઈની અંતિમ યાદીની રાહ જોયા વગર જાન્યુઆરીમાં એક યાદી પ્રકાશિત કરવામાં આવશે.