NRC મામલે મમતાના વલણથી કોંગ્રેસ બેકફૂટમાં: BJPને બખ્ખા

નવીદિલ્હી, તા.1
અસમમાં જાહેર થયેલો ગછઈ એક મોટો રાજનૈતિક મુદ્દો બની ગયો છે. વિરોધી પક્ષો આ મુદ્દે મોદી સરકારને ભીંસમાં લઈ રહ્યાં છે. તે દરમિયાન ગછઈ મુદ્દે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદન પર હોબાળો મચી જવા પામ્યો છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, જો આવી જ સ્થિતિ રહી તો દેશમાં ગૃહ યુદ્ધની સ્થિતિ બની શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મમતાના આ નિવેદન પર કોંગ્રેસ ભારે નારાજ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી આ મુદ્દે શાંતિથી તથ્યો આધારીત વિરોધ કરવા ધારે છે. પરંતુ તે કોઈ પણ પ્રકારે ગૃહયુદ્ધ જેવા શબ્દોનો પ્રયોગ નહીં કરે. આ મામલે ગઈ કોંગ્રેસની એક આંતરીક બેઠક પણ થઈ. ત્યાર બાદ રિપુન બોરાએ કોંગ્રેસ તરફથી સ્પષ્ટિકરણ આપ્યું કે કોંગ્રેસ મમતા બેનરજીના નિવેદનનું સમર્થન નથી કરતી. કોંગ્રેસને ડર છે કે, આ પ્રકારના નિવેદનથી અન્ય રાજ્યોમાં ભાજપના પક્ષમાં વાતાવરણ બની શકે છે.
કહેવાય છે કે, આ મુદ્દે મમતા સાથે વાતચીત કરવાની જવાબદારી અહમદ પટેલ અને ગુલામ નબી આઝાદને સોંપવામાં આવી છે. હાલ મમતા પણ દિલ્હીના પ્રવાસે છે. તેઓ આ મુલાકાત દરમિયાન અનેક નેતાઓને મળી રહ્યાં છે. મમતા ગછઈ મુદ્દે ખુબ જ આક્રમક રીતે ભાજપ વિરૂદ્ધ મોરચો માંડી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ અસમના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (ગછઈ)માં લગભગ 40 લાખ લોકોના નામ ન હોવાથી ભાજપ સરકાર પર આક્રમક છે. તેમણે કહ્યું છે કે, આનાથી દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઉભી થશે. આ ઉપરાંત મમતાએ આ બાબતને વૈશ્ચિમ મુદ્દો ગણાવી છે.