જૂનાગઢમાં આજે બેટી બચાવો બેટી પઢાવો વિષયે સેમિનાર

જુનાગઢ તા.1,
રાજ્ય સરકાર દ્વારા યોજાઇ રહેલ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત આજે તા. 2 ઓગષ્ટે સાંજે 4 થી 6 દરમ્યાન જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ તથા માહિતી અને પ્રસારણ વીભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીગ્રામ સ્થિત ઈનડીયન મેડીકલ એશોસીયેશન સંચાલીત હોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો વિષયે સેમિનાર યોજાશે.
સેમિનારમાં ઉપસ્થિત મહિલાઓને ભૃણ પરીક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ, સુક્ધયા સમૃધ્ધી યોજનાની જાણકારી, બેટી બચાવો બેટી પઢાવોનાં વ્યાખ્યાનો, દીકરીઓનાં સામાજીક મુલ્યમાં વૃધ્ધી, મોભાની જાળવણી અને સ્વનિર્ભરતા જેવા આનુસાંગિક વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
કાંકચિયાળામાં લોક ડાયરો
જૂનાગઢ જિલ્લા માહિતી કચેરી દ્વારા વિસાવદર તાલુકાનાં કાકચિયાળા અને જૂનાગઢનાં વધાવી ગામે લોક સંગીતનાં સથવારે લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે.
સ્થાનિક કલાકારોને તેમની કલાને પ્રસ્તુત કરવા અને તેમનામાં રહેલી કલાને નિખાર મળી રહે તે હેતુ સાથે રાજ્ય સરકારશ્રી દ્વારા નવોદિત્ત કલાકારોને લોક કલાનાં કાર્યક્રમો આપવામાં આવે છે તે અંતર્ગત આગામી તા. 3 ઓગષ્ટે વધાવી અને તા. 4 ઓગષ્ટે કાંકચિયાળા ગામે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાશે. જૂનાગઢનાં કરશનભાઇ ડાભી તેમનાં સાથી કલાકારો સંગ આ ગામોમાં ભજન સરવાણી સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણની વિવિધ યોજનાઓને તળપદ શૈલીમાં સંકલન કરીને જાણકારી આપશે.