કેશોદ પ્રાંત અધિકારીના પુસ્તકનું થયુ વિમોચન

જૂનાગઢ તા.1
કેશોદના ડેપ્યુટી કલેક્ટર રેખાબા સરવૈયા ત્રીજું લિખિત પુસ્તક ધબકતું શિલ્પનું લોકાર્પણ જૂનાગઢના કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને સોનલબેન પરીખ, ડો.ઉર્વિશ વસાવડા, અરૂણાબા જાડેજા તથા રેવતુભા રાયજાદાની પ્રેરક ઉપસ્થિતિમાં કેશોદની ખાતે સાહિત્યિક માહોલ વચ્ચે કરાયું હતું.
ેખાબાની ઓળખ ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના લઘુકથાકારની છે. જો કે આ સંગ્રહમાં તેમની 15 નવલીકાઓ છે. અખબારમાં પ્રસિધ્ધ થતી એમની કલમથી સૌ કોઈ પરિચિત હોય જ છતાં પોતાની કાર્યકુશળતા અને માનવી અભિગમથી કામ કરવાની રીતથી સમગ્ર કેશોદ જ નહીં પણ જૂનાગઢનાં સરવા સોરઠ પંથકમાં તેમણે લોકચાહના અનેરી છે. સર્જક તરીકે અને અધિકારી તરીકે એમ બેવડી રીતે પંથકની વિવિધ સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું છે.
પુસ્તક લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ કહ્યું હતું કે, અમારા વહીવટી તંત્રનાં કાર્યકુશળ ડેપ્યુટી કલેક્ટર પોતાની ગળાડૂબ વ્યસ્તતામાંથી આવું સરસ સંવેદનશીલ સર્જન કરે એ એમની માનવ હૃદયો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરે છે. લેખક બનતાં પહેલાં વાચક બનવું પડે અને સારા માનવ બનવા વાંચન રામબાણ ઇલાજ છે ત્યારે વાંચન જિજ્ઞાસા હોય તો લેખક થવાય, આજે સમાજ રૂઢિઓથી પીડાય છે.