સૌરાષ્ટ્ર એકસપ્રેસ સમેતની ગાડીઓ ચાંદલોડીયા નહી થોંભે

રાજકોટ તા,1
અમદાવાદ શહેરના ચાંદલોડિયા સ્ટેશન પર ટેકનીકલ ક્ષતિના કારણે 17 ઓગષ્ટ સુધી કેટલીક ટ્રેનો ઉભી રહેશે નહીં છ જેટલી ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશનની લંબાઈ વધારવા તેમજ રીપેરીંગ કામ સહીતના કામોથી આ ટ્રેનો મુલતવી રાખવામાં આવી છે અને 17 ઓગષ્ટ સુધી ચાંદલોડિયા સ્ટેશને ઉભી રહેશે નહીં.
10 ઓગષ્ટના રેલવે પેન્શનરોની શિબિર
પશ્ર્ચિમ રેલવે રાજકોટ મંડળ દ્વારા 2016 પહેલા જ પેન્શન મેળવી રહ્યા છે અને પેન્શન પેમેન્ટ ઓર્ડર રિવાઈઝ ન થયો હોય તેના માટે રાજકોટ રેલવે મંડળ દ્વારા શિબિરનું આયોજન કર્યું છે.
રાજકોટ રેલવે દ્વારા 7માં પગારપંચ મુજબ રેલવેના કર્મચારીઓનું પેન્શન રિવાઈઝ ન થયુ હોય અને તેને લગતી કોઈપણ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે 10 ઓગષ્ટના સવારે 11 કલાકે સેટલમેટ પેન્શન વિભાગ, રેલવે મંડળ પ્રબંધક કાર્યાલય કોઠી કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.