વાંકાનેર પેલેસમાં થયેલ ચોરીની તપાસ રાજકોટ-અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંચાઇ

  • વાંકાનેર પેલેસમાં થયેલ ચોરીની તપાસ રાજકોટ-અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંચાઇ
    વાંકાનેર પેલેસમાં થયેલ ચોરીની તપાસ રાજકોટ-અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંચાઇ

મોરબી તા. 1
મોરબી જીલ્લા ના વાંકાનેર સ્ટેટ ના રણજીત વિલાસ પેલેસમા થયેલી એન્ટીક વસ્તુઓ અને લાખો રૂપીયાની ચાંદીની ચોરીમા નક્કી પુરાવા ન મળતા અંતે રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ની મદદ લેવા એસપી નો નિર્ણય:આ ચોરી ના નામે એક એલઆરડી સહીત ત્રણ પોલીસકર્મીઓ ને ક્રાઈમ બ્રાંચ મા મુકાયા હતા
મોરબી જીલ્લાના વાંકાનેરના રાજમહેલમાં થયેલી એન્ટિક ચીજ વસ્તુઓની ચોરીને નવનિયુક્ત જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાએ પડકારરૂપ ગણાવી હતી અને તસ્કરોને ઝડપી લેવા એલસીબી એસઓજી સહીત ની ટીમે રાત દિવસ એક કર્યા હતા અંતે અમુક અવશેષો હાથ લાગ્યા હતા આ ઉપરાંત આ ચોરી માટે પુર્વ એસપી જયપાલસિહ રાઠોડ દ્વારા બદલી થયા બાદ છેલ્લા દિવસે એક એલઆરડી સહીત ત્રણ પોલીસકર્મીઓ ને એલસીબી મા મુકાયા હતા પરંતુ આજ દિન સુધી કોઈ સુરાગ ન મળતા નવ નિયુક્ત એસપી ડો.કરણરાજ વાઘેલા એ આ ચોરીની ગંભીરતા પુર્વક નોંધ લઈ રાજકોટ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ની મદદ લેવાનો નિર્ણય લઈ વાંકાનેરના રણજિત વિલાસ પેલેસની ચોરી મામલે જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આ ચોરીનો ભેદ કોઈપણ સંજોગોમાં ઉકેલવા પોલીસ સજ્જ છે, તેઓએ જણાવ્યું હતું કે એન્ટિક ચીજોની ચોરીનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો છે આ ઉપરાંત રાજમહેલની ચોરીનો ભેદ ઉકેલવા રાજકોટ ક્રાઇમબ્રાન્ચની ટીમને ખાસ વાંકાનેર ઘટના સ્થળની વિઝીટ કરાવી ચોરીની ઘટનાના અંકોડા મેળવવા પ્રયાસ કરવામાં આવી રહયો છે અને આવી ચોરીઓ ને અંજામ આપનારી ગેંગ ગોડલ તરફ ભુતકાળ મા સક્રીય હોય એસપી ડો.કરણરાજે ચોરો નુ પગેરૂ મેળવવા સમગ્ર ગુજરાત માથી વિગતો મેળવી એ દિશામાં તપાસ હાથ ધરી છે જેમા સુત્રોમાંથી આ ચોરી મા પઘર કા ભેદી લંકા ઢાએ પ જેવો માહોલ પણ હોવાનુ જાણવા મળ્યુ છે જેથી પોલીસે તમામ પાસાઓ પર ધ્યાન રાખી આગળની કાર્યવાહી હાથ ધરીછે.