મોરબી નર્મદા કેનાલમાંથી ગેરકાયદેસર જોડાણો કપાયા

  • મોરબી નર્મદા કેનાલમાંથી ગેરકાયદેસર જોડાણો કપાયા
    મોરબી નર્મદા કેનાલમાંથી ગેરકાયદેસર જોડાણો કપાયા

મોરબી તા.1
મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોની ધગધગતી રજુઆત બાદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને ધડાધડ આદેશો કર્યા હતા. જેના પગલે પાણી પુરવઠા તંત્રએ કેનાલમાંથી બીનાધિકૃત રીતે પાણી ખેંચતા 25 કનેક્શનો કટ કરી નાખ્યા હતા. ઉપરાંત વાંકડા પાસે પાણી પુરવઠા તંત્રને ઔદ્યોગિક એકમ સાથે માથાકૂટ થતા પોલીસ બંદોબસ્તની માંગ પણ કરાઈ છે મોરબી અને હળવદના 12 ગામના ખેડૂતોએ સોમવારે ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે ધાંગધ્રા અને ચરાડવા પાસે નર્મદા કેનાલમાં આડસ મૂકીને પાણીને અવરોધી દેવામાં આવે છે તેમજ મહેન્દ્રનગરથી માંડલ સુધીમાં સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા 50 ગેરકાયદે પાણીના કનેકશન હોવાની પણ રજૂઆત કરાઇ હતી.જેના પગલે કલેકટરે કેનાલના અધિકારી અને પાણી પુરવઠા અધિકારીને આ બાબતે આદેશો આપતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને આ ગેરકાયદેસર નળજોડાણો નો આંકડો હજુ પણ વધી શકે તેવી પુરી સંભાવના સેવાઈ રહી છે.