વણાંકબારામાં બીએસએનએલની સેવા ઠપ્પ થતાં પ્રજા પરેશાન

દીવ તા.1
વણાંબકારામાં છેલ્લા ત્રણ સપ્તાહથી બીએસએનએલ ઠપ્પ થઇ જવાના કારણે વણાંકબારાની પ્રજા ખુબ જ હેરાન, પરેશાન છે. બીએસએનએલ ઠપ્પના કારણે લેન્ડલાઇન ફોન બંધ છે. તેમજ બ્રોડબેન્ડ નેટવર્ક સેવા ખોરવાઇ જતા ઇન્ટરનેટ અને બેંકીંગ કનેકટીવીટી નહી હોવાના કારણે લોકો આજ દિન સુધી પરેશાન થાય છે.
અવાર નવાર ફરીયાદ કરવા છતાં બીએસએનએલ ના અધિકારી કોઇ ઘ્યાન આપતું નથી. વણાંકબારાની બીએસએનએલની બિલ્ડીંગ જર્જરીત હોય અને વરસાદના કારણે સાધન સામગ્રી પણ પાણીમાં પલળે છે. જેથી બીએસએનએલ અધિકારી તેમજ દીવ પ્રસાસન ત્વરીત ઘટતું કરે તેવી માંગ ઉઠવા પામી છે.