ગઢડા(સ્વામીના) વિહિપ બજરંગદળના હોદેદારોની વરણી

ગઢડા(સ્વામીના)તા.31
ગઢડા(સ્વામીના)પ્રખંડ વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળની બોટાદ તથા ભાવનગર જિલ્લા ગ્રામ્ય વિસ્તારની બેઠક ધોળા (જં) મુકામે યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મપ્રચાર વિભાગના સંયોજક ડો.ઓમભાઇ ત્રિવેદી તેમજ સહ સંયોજક કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં આગામી સંગઠનને મજબુત બનાવવા તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લાના સાતેય પ્રખંડની ટીમ બનાવી ગ્રામ્ય સ્તર ઉપર વિશ્ર્વ હિન્દુ પરિષદની સમિતિ કાર્યરત કરવા માટે જીલ્લા મંત્રી રસિકભાઇ કણજરીયા તથા બજરંગદળ જીલ્લા સંયોજક અશોકભાઇ આહીર સહિતના સંકલનથી નવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ દરમિયાન ગઢડા પ્રખંડ અઘ્યક્ષ મૂળરાજસિંહ ગોહિલ(ઢસા), ઉપાઘ્યક્ષ રણજીતભાઇ ગોવાળીયા(રાયપર)ની નિમણુંક કરાઇ હતી.